મહાઅભિયોગ પ્રસ્તાવનો ધબડકો ….મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રા વિરુધ્ધ મહા અભિયોગ વિષયક કોંગ્રેસની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી…

0
1010

 

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દીપક મિશ્રા વિરુધ્ધ મહા અભિયોગની દરખાસ્તસુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી પિટિશન અદાલતે સંવિધાન બેન્ચને મોકલી આપી હોવાથી વિવાદ વધુ ઘેરો બન્યો છે. કોંગ્રેસે હવે પોતાની પિટિશન પાછી ખેંચી લીધી હોવાની માહિતી મળી હતી. કોંગ્રેસ વતી રજૂઆત કરનારા કપિલ સિબ્બલે કહ્યું હતચું કે, આ રીતે આ મામલે બંધારણીય બેન્ચને સોંપવાનો નિર્ણય કોણે લીધે હતો એ અમે જાણવા માગીએ છીએ. અમને આ નિર્ણયની ( ઓર્ડરની ) નકલ મળવી જોઈએ. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ન્યાયતંત્ર કે કોઈ ન્યાયાધીશ વિરુધ્ધ અમારી કોઈ ફરિયાદનથી. અમે તો માત્ર એટલું જ ઈચ્છીએ  છીએ કે, અદાલતની પ્રણાલી સંપૂર્ણ રીતે સ્વચ્છ હોય .અદાલતની સ્વાયત્તના અને સંપ્રભુતા જળવાય એટલું જ અમે ઈચ્છીએ છીએ.

સુપ્રીમ કોર્ટે વડા ન્યાયાધીસ દીપક મિશ્રા સામે મહા અભિયોગ પ્રસ્તાવની તરફેણ કરવારા વિરોધ પક્ષના સાંસદોની માગણીને ફગાવી દીધી હતી. અદાલતે જણાવ્યું હતું કે, રાજયસભાના નિયમ અનુસાર, સંસદમાં નોટિસ આપ્યા વિના કોઈ ન્યાયાધીશને એના પદ પરથી હટાવવાની માગણી સાંસદો જાહેરમાં નિવેદનો કરીને ન કરી શકે. આ મામલે તાત્કાલિક સુનાવણી કરવાનો અદાલતે ઈન્કાર કરી દીધો  હતો. હવે આમામલાની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં જુલાઈના ત્રીજા સપ્તાહમાં હાથ ધરાશે એવું જણાવવામાં આવ્યું હતું.