મસ્કતના શિવમંદિરની મુલાકાત લેતા વડાપ્રધાન મોદી – મોદી મોદીના નારાથી વાતાવરણ ગાજી   ઊઠયું !

0
915

  ત્રણ દેશોની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની યાત્રાના આખરીદિવસે ઓમાન આવી પહો્ંંચ્યા હતા. ઓમાનની રાજધાની મસ્કતમાં આવેલા અતિ પ્રચીન શિવમંદિરની તેમણે મુલાકાત લીધી હતી. આ શિવ મંદિર આશરે 300વરસ જૂનું હોવાનું કહેવામાં આવે છે. મોદીની મુલાકાત દરમિયાન મંદિરની બહારના પરિસરમાં અને એની આસપાસ અનેક ભારતીયો એકઠા થઈને મોદી મોદીના ગગન ભેદી નારાઓ સાથે તેમનું સ્વાગત કરતા હતા. વડાપ્રધાને મસ્કત ખાતેના વિશાળ સ્ટેડિયમમાં આશરે વીસેક હજારની વધુ લોકો સમક્ષ પ્રવચન કર્યું હતું.