મલેરિયાઃ કારણ, લક્ષણ, ઉપચાર

Dr. Rajesh Verma

એનાફિલિસ નામના મચ્છરની માદા જ્યારે કોઈ મલેરિયાપીડિત મનુષ્યને કરડે છે તો તેના રક્તમાં રહેલાં મેલિરયાનાં અણુ-જીવાણુને પણ ચૂસી લે છે. અને પછી આ માદા મચ્છર કોઈ સ્વસ્થ વ્યક્તિને કરડે તો તેના શરીરમાં આ જીવાણુ પ્રવેશ થઈને મોટી સંખ્યામાં વધી જાય છે અને આ જીવાણુ સાતથી નવ દિવસ સુધી સ્વસ્થ વ્યક્તિના યકૃતની કોશિકામાં પનપે છે અને વધતાં રહે છે. કેટલાંક યકૃતમાં રહે છે ને કેટલાંક જીવાણુ યકૃતમાંથી રક્તમાં ભળી જાય છે. અને જીવાણુની સંખ્યા વધતી જ જાય છે. આ જીવાણુ રક્તમાં રહીને હિમોગ્લોબીનને ખાવાનું શરૂ કરી દે છે તથા સંખ્યા વધારતાં જ રહે છે.
રક્તાણુનું આવરણ ઘટી જાય છે. આ જીવાણુની સંખ્યા એટલી બધી વધી જાય છે કે માનવશરીરમાં કરોડોની સંખ્યામાં મલેરિયા ઉત્પાદક અણુ ઉત્પન્ન થઈ જાય છે. આ ઉત્પાદકીય રોગાણુ સ્પોરોજોવા વર્ગ તથા પ્લાઝમોડિયમ જાતિનાહૃ એક કોશીય પ્રાણી છે, તે ચાર પ્રકારના વિષમજ્વર ઉત્પન્ન કરે છે.
(1) મૃદુ તૃતીયક જ્વર – આ જ્વર દર ત્રણ દિવસે આવે છે.
(ર) ચાતુર્થિક જ્વર – આમાં દર ચોથા દિવસે જ્વર આવે છે.
(3) ઘાતક તૃતીયક જ્વર – તેને પ્લાજ્મોડિયમ ફાલ્સીપેરમ કહેવાય છે.
મૃદુ તૃતીયક જ્વર જ રોજ આવનારો વિષમજ્વર છે. શરીરમાં આ જીવાણુઓ દ્વારા નષ્ટ થયેલાં રક્તાણુ પ્લીહામાં ભળી જાય છે. આ ભળી ગયેલાં રક્તાણુઓનો સમૂહ વૃદ્ધિ થતો જ રહે છે. યકૃતમાં પહોંચી ગયેલાં જીવાણુ તેની કોશિકાઓને ક્ષુબ્ધ કરી દે છે. રક્તકણોનો વધારે નાશ થવાથી તેમાં રહેલા રક્તરંજક વધારે પ્રમાણમાં અલગ પડીને વધારે ને વધારે બનવા લાગે છે. યકૃત તેના પિત્તનિર્માણ માટે ઉપયોગ કરતું નથી. અને આ રીતે શરીરમાં પાંડુતા આવી જાય છે. વધારે પ્રમાણમાં પિત્તરંજક અણુ બનીને મૂત્રને કાળુ કે પછી લાલ બનાવી દે છે. આ અણુઓ ગાલના રંગને પણ કાળો કરી દે છે. રક્તકણ વધારે નાશ થવાથી પ્રોટીન વધારે અલગ થઈ જઈને મૂત્રમાં યુરિયા બની જાય છે. શરીરરક્ષક શ્વેતાણુ પણ ઓછાં થવા લાગે છે. મલેરિયાના જીવાણુ પક્વાશય અને આંતરડા શ્લેષ્મિક કલાને ક્ષતિગ્રસ્ત કરીને તીવ્ર અતિસાર કે વમન તથા મૂત્રાલ્પતા તથા મસ્તિષ્કની રક્તપ્રણાલીમાં જતાં રહેવાથી ઉન્માદ જેવી સ્થિતિ બને શકે છે. રોગી વિષમજ્વરની ચિકિત્સા લે છે. જ્વરની ઔષધિ પ્રયોગ કરવાથી જ્વર દબાઈ જાય છે, અને દવા બંધ કરી દેવાથી યકૃત અને પ્લીહામાં રોગાણુ શરીરની અંદરની તાકાતમાં કમી લાવે છે અને પુનઃ સક્રિય થઈ જાય છે. રસ-રક્તાદિને દૂષિત કરી ફરીથી વિષમ જ્વર (મલેરિયા) ઉત્પન્ન કરી દે છે. એટલે વિષમજ્વરની ઔષધિજ્વર મુક્તિ પછી પણ પાંચ સાત દિવસ લેવી જોઈઅ, તથા યકૃત અને પ્લીહા વૃદ્ધિ મટે ત્યાં સુધી ચિકિત્સા અને પરેજી રાખવી જોઈએ.
રોગનાં લક્ષણઃ વિષમજ્વરમાં માથાના દુખાવો, હાડકાનો દુખાવો, હાથ-પગ ઠંડા પડી જવા, ભોજનમાં અરુચિ થવી અને જ્વરમાં આક્રમક રીતે વધતો જવો. ક્યારેક ઠંડી લાગવી તો ક્યારેક તીવ્ર જ્વર આવવો. શીતાવસ્થામાં માનસિક ઉદ્વેગ, બેચેની તથા ઉદાસીનતા રહે છે. શરીર શિથિલ રહે છે અને સાંધાનો દુખાવો થયા કરે છે. રોગીને બહુ જ ઠંડી લાગે છે. દાંત કચકચાવાની પ્રક્રિયા ઝડપી થઈ જાય છે. ઊલટી થવી, બગલ કે મોઢામાં થરમોમિટર મૂકીને તાપમાન માપવુું પણ મુશ્કેલ હોય છે. એટલે ગુદાથી માપવાથી 104 કે 10પ ડિગ્રી સુધી તાપમાન જોવા મળે છે. ઉષ્મ અવસ્થામાં તીવ્ર ઉષ્મા અને તાપ અનુભવાય છે. જ્વર અત્યંત તીવ્ર વેગથી રહે છે. શરીરનું તાપમાન 103થી લઈને 106 ડિગ્રી સુધી થઈ જાય અને પછી તાપમાનના સહન કરવાની સ્થિતિમાં દર્દી અસ્પષ્ટ ઊંહકારા ભરે છે. આવું એક કલાકથી લઈ 6 કલાક સુધી પણ થાય. બાળકોમાં જ્વર વધારે તીવ્ર થતો હોય છે.
સ્વેદાવસ્થા ઃ સર્વપ્રથમ રોગીને મસ્તક, પછી મોઢા પરથી પરસેવો ટપકવા લાગે છે. પછી આખા શરીરમાંથી પરસેવો ટપક્યા કરે છે. આમ થવાથી રોગીને શાંતિ મળે છે. જ્વર ઊતરવા લાગે છે. મૂત્રનો રંગ લાલ દેખાય છે. રોગીમાં બહુ જ અશક્તિ આવી જાય છે અને સૂઈ જ રહે છે. ઊઠ્યા પછી દર્દી રાહત અનુભવે છે. દરેક સમયે જ્વરની આ સ્થિતિ હોય છે.
વિષમજ્વરના ઉપદ્રવઃ વમન, જ્વરની તીવ્રતાને કારણે મેનિન્જાઇટિસ (મસ્તિકાવરણ દાહ), સન્યામ (કોમા) શ્વેતાતિસાર, શ્વસનક જ્વર (ન્યુમોનિયા), તીવ્ર કાસ (બ્રોન્કાઇટિસ), નાડી શોથ અને નાડીશૂલ (ન્યુરાઇટિસ અને ન્યુરેલ્જિયા) ગર્ભિણીને ગર્ભપાત થઈ જવો, અતિશય અશક્તિ મલેરિયાને કારણે આવે છે. મલેરિયાના વિભિન્ન પ્રકારોની સાચી જાણકારી માટે રોગીના રક્તની તપાસ કરાવવી જોઈએ. રિપોર્ટ આવે ત્યાં સુધીમાં ચિકિત્સા પણ ચાલુ તો કરી જ દેવી જોઈએ. જ્વરમુક્તિ પછી પણ ત્રણ મહિના સુધી સંયમિત આહાર વિહાર અને સદાચારનું પાલન કરવું જોઈએ. આવા વિષમ જ્વરથી આજે પણ વિશ્વમાં હજારો લોકો મૃત્યુ પામે છે. આયુર્વેદમાં કાલમેઘ, પિત્તપાતડા, ચિરાયતા, સપ્તપર્ણ, લતાકરંજનાં બીજ, ગિલોય, નાની પીપર, લીમડાની છાલ, દ્રોણપુષ્પી, તુલસીપત્ર અને હરસિંગારનાં પત્તાં જેવી વનસ્પતિ જે વિષમજ્વરનું શમન કરવાવાળી છે, તે આપવું. રોગીને એકથી ત્રણ દિવસ સુધી લંઘન (અનાહાર) રાખવો. ત્યાર પછી પંચસકાર, તરુણી કુસુમાકર, મંજિષ્ઠાદિ વગેરે ચૂર્ણ અથવા એંરડી તેલનો પ્રયોગ, મૃદુ રેચન કરાવવું. જ્વરના નિધારિત સમયના છ કલાક પહેલાં કરંજાદિ વટીની બે ગોળી, ચાર કલાક પહેલાં બે ગોળી અને ત્રણ વાર તુલસીપત્રનો રસ આપવો. ફક્ત દૂધ આપવું. વિષમજ્વરનાશક કેટલાક ઘરેલુ ઉપચારઃ (1) તવા પર શેકલું કાળું જીરુ બે ગ્રામ અને તેમાં પાંચ ગ્રામ જૂનો ગોળ મિક્સ કરીને આપવું. (ર) લસણ છ ગ્રામ (વાટેલું) જેટલું લઈ તલના તેલમાં મેળવી ભોજન પહેલાં આપવું. (3) એક કે બે નાની પીપર પીસી દૂધમાં મિક્સ કરી દરોરજ પીવું. આમ 10 દિવસ કરવું. (4) આંકડાના દૂધનાં ચાર ટીપાંમાં 3 ગ્રામ ગોળ મિક્સ કરી જ્વર આવતાં પહેલાં 3 કલાક પહેલાં જ આપવું.