મલાવી (આફ્રિકા)માં કથાકાર પ્રફુલભાઈ શુકલ દ્વારા પાર્થિવ શિવલિંગ પૂજા સાથે શ્રી રામકથા

 

મલાવી: લીલોન્ગવે મલાવી સેન્ટ્રલ આફ્રિકા રાધાકૃષ્ણ મંદિર ખાતે વિશ્ર્વ વિખ્યાત કથાકાર પ્રફુલભાઈ શુકલની ૮૨૬મી રામ કથા પાર્થિવ શિવલિંગ પૂજા અભિષેક સાથે મંગલમય પ્રારંભ કરવામા આવ્યો હતો. આ પૂર્વે લીલોન્ગવેની પાવન ભુમી એરપોર્ટ ઉપર કથાકાર પ્રફુલભાઈ શુકલ અને એમની ટીમનું ભવ્ય સ્વાગત કરવામા આવ્યું હતું. પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે  સેન્ટ્રલ આફ્રિકા મલાવીના ઇતિહાસમા સૌ પ્રથમવાર કથાકાર પ્રફુલભાઈ શુકલ દ્વારા પાર્થિવ શિવલિંગ પૂજા સાથે શ્રી રામકથાનો મંગલમય આરંભ કરવામા આવ્યો હતો. હિનાબહેન જે. બી. કોટેચાના નિવાસસ્થાનેથી ભવ્ય પોથીયાત્રા પ્રસ્થાન થઈ હતી. જેમા મોટી સંખ્યામા ભાવિકો જોડાયા હતા. આશીર્વચન  આપતા કથાકાર પ્રફુલભાઈ શુકલ એ કહ્યું હતું કે બધાજ શિવલિંગમા પાર્થિવ શિવલિંગ એ સૌથી શ્રેષ્ઠ છે. શ્રાવણમા શિવ સ્મરણ અને શિવ ને પ્રિય રામ કથા છે જે આજે લીલોન્ગવેની પાવન ભુમી પર ત્રિવેણી સંગમ થયો છે. જીજ્ઞેશભાઈ પટેલ, મનુબહેન વાસીયા તેમજ હિનાબેન જે. કોટેચા, ભારતીબેન ધીરેનભાઈ થકરાર, વિજયભાઈ વણકરના યજમાન પદે આ પાર્થિવ શિવલિંગ પૂજા અભિષેક સંપન્ન કરવામા આવ્યો હતો. રાધે કૃષ્ણ મંદિરના પૂજારી આચાર્ય વિનોદભાઇ રાજ્યગુ‚, અશોકભાઈ વાળંગર, કિશન દવે દ્વારા ‚દ્રીનો પાઠ કરવામા આવ્યો હતો. આ કથાની અંદર ગુજરાતી સમાજ, સાઉથ ઇન્ડિયન સમાજ, મરાઠી સમાજ મોટી સંખ્યામા સહભાગી થઇ રહ્યો છે. વિનોદભાઇ પટેલ દભલાઇ અને અર્જુન સોલંકી દ્વારા સંગીત પીરસાયું હતું.