મમતા બેનરજી બદલાઈ રહ્યા છેઃ પશ્ચિમ બંગાળમાં હંમેશા લધુમતીના હિતોની વાત કરનારા હવે હિંદુ બહુમતીના અધિકારો માટે લડવાની વાત કરી રહ્યા છે…

0
1005

                    પ. બંગાળના રાજકારણમાં ઘણું પરિવર્તન આવી રહ્યું છે. 2019ની લોકસભાની ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસને ખાસ્સું  લોકસભાની ચૂંટણીમાં નુકસાન સહન કરવું પડ્યું હતું. 18 બેઠકો જીતીને ભાજપે ટીએમનસીની એકહથ્થુ સત્તામાં ભંગાણ પાડ્યું હતું. જયશ્રી રામના નારાથી ભડકી જનારા મમતા બેનરજી હવે કેન્દ્રની મોદી સરકાર સામે હિંદુઓના હક માટે લડવાની તૈયારીઓ કરી રહ્યા છે.     

          કોલકાતાની દુર્ગા પૂજા સમિતિઓને મળેલી આવકવેરાની નોટિસના મામલે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતાં મમતા બેનરજીએ  13 ઓગસ્ટના કેન્દ્ર સરકાર વિરુધ્ધ ઘરણા કરવાની ઘોષણા કરી હતી. મમતા બેનરજીએ પોતાના ટવીટમાં દુર્ગા પૂજાને રાષ્ટ્રીય ઉત્સવ ગણાવ્યો હતો અને આવા બધા તહેવારો પરથી ટેકસ હટાવવાની માગણી કરી હતી. ગત લોકસભાની ચૂંટણીમાં પોતાના પક્ષને કારમો પરાજય સહન કરવો પડ્યો , તે જોઈને તેમણે પોતાનો વ્યૂહ બદલ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. મમતા બેનરજીના નવા વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરની સમજાવટને કારણે આ પરિવર્તન થઈ રહ્યું હોવાનું કહેવાય છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here