પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીએ આક્ષેપ કર્યો હતો કે, ચૂંટણી પંચ નિષ્પક્ષ રહ્યું નથી. એ ભાજપથી ડરે છે. ભાજપની તરફેણમાં ચુકાદા આપે છે. વડાપ્રદાન નરેન્દ્ર મોદીની સભા બાદ અમે કોઈ પ્રચાર ના કરી શકીએ એ માટે જ અમારા પ્રચાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પહેલા ભારતનું ઈલેકશન કમિશન નિષ્પક્ષ રહીને કાર્યવાહી કરતું હતું, પણ હવે દેશમાં સહુ કોઈને લાગે છેકે, ઈલેકશન કમિશન વેચાઈ ગયું છે. તેમણે જણાવ્યું હતું કે, હું સાવ સાચું કહી રહી છું. મને કોઈનો ભય નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે કહે છેકે, તેઓ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમા નવી બનાવી આપશે. અમારે એમની જરૂર નથી, પ્રતિમા બનાવવા માટે બંગાળ પાશે પાસો છે. અમારે મોદીની મદદની કશી જરૂર નથી. વિદ્યાસાગરની પ્રતિમા ભાજપના કાર્યકરોએ તોડી છે. હવે તેઓ દોષ ટીએમસી પર ઢોળી રહ્યા છે. અમારી પાસે પુરાવાઓ છે.તેમને ખોટું બોલતાં શરમ પણ નથી આવતી..