મમતા બેનરજીએ તૃણમૂલ કોંગ્રસના ઉમેદવારોની યાદી જાહેર કરી..જેમાં 41ટકા બેઠકો મહિલાઓને ફાળવવામાં આવી છે.ટીએમસીના વર્તમાન 10 સાંસદો ચૂંટણી નહિ લડે, પણ પક્ષને મજબૂત કરવાનું કાર્ય કરશે…પશ્ચિમ બંગાળમાં 11 એપ્રિલથી 19 મે સુધી સાત તબક્કામાં મતદાન કરાશે. ..

0
170

પશ્ચિમ બંગાળની કુલ 42 લોકસભા બેઠકો છે. આ 42 બેઠકો પરથી ટીએમસીના ઉમેદવારો ચૂંટણી લડશે. જેમના નામોની યાદી પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનરજીએ જાહેર કરી હતી. ઉમેદવારીમાં મહિલાઓને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. 41 ટકા બેઠકો મહિલાઓને ફાળવવામાં આવી છોે. જેમાં ચાર સિને અભિનેત્રીઓનો પણ સમાવેશ થાય છે. મુનમુન સેૈન, નુસરત જહાં, મિમિ ચક્રવર્તી, શતાબ્દી રોય વગેરે અભિનેત્રીઓ લોકસભાની ચૂંટણી લડી રહી છે. તૃણમૂલ કોંગ્રેસ ઓડિસા, આસામ, ઝારખંડ, બિહાર અને આંદામાન નિકોબારની કેટલીક લોકસભા બેઠકો પર પોતાના ઉંમેદવારો ઊભા રાખશે એમ મમતા બેનરજીએ જણાવ્યું હતું.