મફતખોરી દેશની અર્થવ્યવસ્થા માટે મોટો ખતરો: સુપ્રીમ કોર્ટ

 

નવી દિલ્હી: ચૂંટણી ટાણે રાજકીય પક્ષો દ્વારા મફત સુવિધાઓ આપવાના મામલે સુપ્રીમ કોર્ટે મોટી ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે મફતખોરી દેશની અર્થવ્યવસ્થા માટે મોટો ખતરો છે. આ એક ગંભીર મુદ્દો છે. ચૂંટણી પંચ તેના પર ધ્યાન આપે. કેન્દ્ર સરકારે પણ ચૂંટણીમાં મફત સુવિધાઓનું વચન આપનારા રાજકીય પક્ષો પર લગામ કસવાની માંગણીનું સમર્થન કર્યું છે. 

ચૂંટણીમાં મફત સુવિધાઓના વાયદા કરનારા રાજકીય પક્ષોની માન્યતા રદ કરવાની માંગણી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. કોર્ટે ચૂંટણી પંચને આ મામલે ધ્યાન આપવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલો ખુબ ગંભીર છે. સમસ્યા એ છે કે દરેક રાજકીય પક્ષ આવી જાહેરાતોનો ફાયદો ઉઠાવે છે. કોઈ એક રાજકીય પક્ષની વાત નથી. શું સંસદમાં આ મુદ્દે ચર્ચા થશે? સુપ્રીમ કોર્ટે કહ્યું કે મામલા સંલગ્ન તમામ પક્ષ, ચૂટણી પંચ, નીતિ આયોગ, કાયદા પંચ અને તમામ પક્ષો પોતાના સૂચનો આપે. તમામ પક્ષ ઉકેલ લાવી શકે તેવી સંસ્થાના ગઠન પર વિચાર આપે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, ચૂંટણી પંચ, વરિષ્ઠ વકીલ અને રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલ તથા અરજીકર્તાઓને એક એક્સપર્ટ કમિટીની રચના પર પોતાના સૂચનો ૭ દિવસની અંદર રજૂ કરવાનું જણાવ્યું. 

જ્યારે એપ્રિલમાં છેલ્લી સુનાવણી હાથ ધરવામાં આવી હતી, ત્યારે ચૂંટણી પંચે કહ્યું હતું કે પક્ષોને વચનો આપતા અટકાવવાનું તેનું કામ નથી. એ વચનો માનવા કે ન માનવા, તેને સાચા કે ખોટા માનવા એ જનતાની વિવેકબુદ્ધિ પર આધાર રાખે છે, જો આ બધું જનતા જ સમજતી હોત, તો પછી આ મફત રેવડીઓ વહેંચનારા લોકો કેમ જીતતા હશે?

કોઈ ખેડૂતોની લોન માફ કરવાનું વચન આપે છે. કેટલાક બેરોજગારોને બે-ત્રણ હજાર ‚પિયા વેતન ચૂકવવાનું વચન આપે છે, તો કોઈ ચૂંટણી જીતવા પર લેપટોપ, મોબાઈલ ફોન મફત આપવાની વાત કરે છે. છેવટે, આ બધું ચૂંટણીને પ્રભાવિત કરવાનો માર્ગ નથી તો પછી શું છે? આવી સ્થિતિમાં ચૂંટણી પંચ આ તેમનું કામ નથી એમ કહીને કેવી રીતે છટકી શકે?

ખ્ખ્ભ્ના અરવિંદ કેજરીવાલે બેરોજગારોને રોજગારની ગેરંટી અને ત્રણ હજાર‚રૂપિયાનું વચન આપ્યું છે. ગુજરાત અને હિમાચલમાં ઓક્ટોબર-નવેમ્બરમાં ચૂંટણી છે. લોકો હંમેશા આ વચનોની જાળમાં ફસાઈ જાય છે. તેથી જો સુપ્રીમ કોર્ટ આદેશ આપી શકે અથવા કેન્દ્ર સરકાર સંસદમાં કાયદો લાવીને કાયદો બનાવી શકે તો નિષ્પક્ષ અને પવિત્ર ચૂંટણી માટે કોઈને કોઈ રસ્તો જ‚રથી નીકળી શકે છે.

તો પછી માત્ર કેજરીવાલ જ શા માટે, મફતમાં વસ્તુઓનું વિતરણ કોણે નથી કર્યું? શું કોંગ્રેસ, શું ભાજપ! અને પ્રાદેશિક પક્ષોએ તો બધુ પાર કરી નાંખ્યું છે. દાળ, ચોખા અને અન્ય અનાજ વિનામૂલ્યે આપવાના વચનો પણ આપવામાં આવ્યા છે. ભલે તે વચનો નીભાવે, પરંતુ શું આવા વચનોના વાતાવરણમાં યોજાનારી ચૂંટણી શું નિષ્પક્ષ કહી શકાય? ત્યારે આ પક્ષો જે મફતમાં રેવડીઓ વહેંચે છે, જ્યારે તેઓ સત્તામાં આવે છે, ત્યારે તેઓએ તેમના વચનો પૂરા કરવા માટે રૂપિયા કોના ખર્ચે છે?

એટલે કે સરકારી તિજોરી ખાલી છે. એટલે કે રાજ્ય કે કેન્દ્રના અર્થતંત્ર પર સીધો ઘા. દેવું કરીને પણ મફત રેવડીનું વિતરણ કરવું એ રાજ્યોની ફરજ બને છે. મધ્યમ વર્ગ પીસાય છે. જે દર મહિને કે દર વર્ષે પોતાના પગારનો મોટો ભાગ સરકારને વિવિધ પ્રકારના ટેક્સના ‚પમાં ચૂકવે છે. આખરે તેનો શું વાંક છે? જો તમારે જનતાની સાચી સેવા કરવી હોય તો સેવા દ્વારા સત્તામાં આવો. તમારું સ્વાગત છે. લોભ અને લાલચના ચક્રવ્યૂહમાં આખરે જનતાને ફસાવીને તમે તમારા સિવાય કોનું ભલું કરો છો અને શા માટે?