
અભિનેતા નવાજુદી્ન સિદી્કીની ફિલ્મ મન્ટોનું ટિઝર રિલીઝ કરવામાં આવ્યું છે. સઆદત હસન મન્ટો એક કાંતિકારી વિચારસરણી ધરાવતા લેખક હતા. ઉર્દૂના પ્રગતિશીલ સર્જકોમાં તેમનું મહત્વનું સ્થાન છે. જીવન પ્રત્યો અનોખો અભિગમ ઘરાવનારા આ સર્જકે યાદગાર નવલિકાઓ લખી છે. સમાજના ખોટા અને ચીલાચાલુ રિવાજો સામે વિદ્રોહ કરનારા મન્ટોની ભૂમિકા નવાજુદી્ન સિદી્કીએ ભજવી છે. મન્ટોની પત્નીની ભૂમિકા રસિકા દુગ્ગલે ભજવી છે. નિર્દેશક નંદિતા દાસની આફિલ્મમાં પરેશ રાવલ, ઋષિ કપુર પણ ભૂમિકા ભજવી રહ્યા છે. મન્ટો ફિલ્મ એક ઐતિહાસિક કાલખંડની કથા કહેતી અસરકારક ફિલ્મ છે.