મની લોન્ડ્રિંગ કેસઃ ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાપ્રધાન પી. ચિદંબરમના  પુત્ર કાર્તિ ચિદંબરમની  ધરપકડ

0
1061

ઈડીએ આઈએન એકસ મિડિયાના મનીલોન્ડ્રીંગના કેસમાં સંડોવાયેલા ભૂતપૂર્વ ગૃહ અને નાણાંપ્રધાન પી. ચિદંબરમના પુત્ર કાર્તિ ચિદંબરમની ધરપકડ કરતાં દેશના રાજકીય વર્તુળોમાં હલચલ મચી ગઈ હતી. ઈડીએ ચેન્નઈસ્થિત કાર્તિની તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈ દ્વારા તેમની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. કાર્તિ ચિદંમબરમે  આઈએન એકસ મિડિયા વિરુધ્ધ ચાલી રહેલી તપાસમાં તેમણે પોતાની વગનો ઉપયોગ કરીને તપાસની કામગીરીને અસર પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હોવાનું કહેવાય છે. આઈએન એકસ મિડિયા વિરુધ્ધ વિદેશી નાણાકીય રોકાણના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ તપાસ ચાલી રહી છે. ઈડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રીંગ એકટ હેઠળ કાર્તિ અને અન્ય સામે કેસ નોંધાવ્યો હતો.કાર્તિએ એમના પિતા નાણાપ્રધાન હતા એ સમયગાળામાં આઈએનએકસ મિડિયાને 305 કરોડ રૂપિયાના ફંડ માટે મંજૂરી અપાવવાના તેમજ બદલામાં 10 લાખ ડોલરની લાંચ લેવાના ગુનાસર તેમની સામે કાનૂની કાર્યવાહી થઈ રહી છે. –