મનીષ સિસોદિયા CBI સમક્ષ હાજર થયા, ભાજપે કહ્નાં AAP ભ્રષ્ટાચારી છે

 

નવી દિલ્હીઃ દિલ્હીમાં નવી ઍક્સાઈઝ પોલિસી બનાવવા અને લાગુ કરવામાં કથિત ભ્રષ્ટાચારના કેસમાં નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા સીબીઆઈ ઓફિસમાં હાજર થયા છે. મનીષ સિસોદિયાઍ ઘરેથી નીકળતા પહેલા માતાના આશીર્વાદ લીધા હતા અને તેમના પત્નીઍ તેમને તિલક કર્યું હતું. ત્યારબાદ તેમણે રાજઘાટ જઈને મહાત્મા ગાંધીના આશીર્વાદ લીધા હતા. હજારો AAP કાર્યકરો સાથે તેઓ CBI ઓફીસ પહોંચ્યા હતા. CBI ઓફીસ જતા પહેલા તેમણે કહ્નાં કે, ‘હું જેલ જાઉં તો અફસોસ ના કરતા ગર્વ કરજો.’  ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાઍ AAP પર પ્રહાર કરતા કહ્નાં કે જે રીતે મનીષ સિસોદિયા પોતાના સમર્થકો સાથે રસ્તાઓ પર ખુલ્લી કારમાં નારા લગાવી રહ્ના હતા તે જોઈને લાગે છે કે આમ આદમી પાર્ટીઍ ભ્રષ્ટાચારનો વર્લ્ડ કપ જીતી લીધો છે. નવાબ મલિક અને સત્યેન્દ્ર જૈન જેલમાં છે. ભ્રષ્ટાચારમાં ખ્ખ્ભ્ નંબર વન છે. મનીષ સિસોદિયાઍ ભાજપના છ પ્રશ્નોના જવાબ નથી આપ્યા. ભ્રષ્ટાચારમાંથી મુક્તિનું સ્વપ્નદેખાડીને આવેલા લોકો ભ્રષ્ટ છે. કોંગ્રેસની જેમ AAP પણ નાટકો કરી રહી છે. ખ્ખ્ભ્ સવારથી નાટક કરી રહી છે. સિસોદિયા પર પ્રહાર કરતા પાત્રાઍ કહ્નાં કે કોઈ પણ વ્યક્તિ ભ્રષ્ટ હોવાનો દાવો કરતો નથી.

ભ્રષ્ટાચારીઓ હંમેશા સ્વચ્છ હોવાની વાત કરે છે. આમ આદમી પાર્ટીઍ ટ્વિટર લખ્યું કે, ગુજરાતના લોકોમાં સારી શાળાઓની આશા મજબૂત થઈ છે, તેથી તેઓ અમને જેલમાં નાખવા માંગે છે. અમે ભગતસિંહના લોકો છીઍ, અમે જેલ જવાથી ડરતા નથી. દેશ બલિદાન માંગી રહ્ના છે અને અમે તૈયાર છીઍ. ભાજપ ગુજરાતની ચૂંટણી હારી રહી છે તેથી તેઓ ડરી ગયા છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here