મનમોહન  સિંહની યુપીએ સરકારના સમયકાળમાં નાણાં મંત્ર્યાલય દ્વારા વિજય માલ્યાને કશી પણ વિશેષ મદદ કરવામાં આવી હતી કે નહિ તેઅંગે સીબીઆઈ તલસ્પર્શી તપાસ કરી રહી છે…

0
953

ભારતીય બેન્કો પાસેથી નવ હજાર કરોડ રૂપિયા લોન પેટે ઉધાર લઈને પછી એની ચુકવણી કર્યા વિના લંડન ભાગી જનારા ભાગેઢુ વિજય માલ્યા અંગે પણ સીબીઆઈ કડક હાથે તપાસ ચલાવી રહી છે. યુપીએ સરકારના કાર્યકાળમાં કિંગફિશર એલાઈન્સને કરવામાં આવેલી નાણાકીય સહાયના વિવિધ પાસાંઓની વિસ્તૃત તપાસ કરવામાં આવી રહી છે. વિજય માલ્યા સાથે સંબંધિત આશરે એક લાખ ઈ-મેઈલ જપ્ત કરવામાં આવી છે. જે 2008થી 2013ના સમયગાળા દરમિયાન મોકલવામાં  આવી હતી. આ ઈમેઈલમાં પીએમઓ, નાણાં મંત્ર્યાલય, નગર વિમાન મંત્ર્યાલય, પેટ્રોલિયમ મંત્ર્યાલયને કરવામાં આવેલી ઈ-મેઈલ પણ શામેલ છે. મોટાભાગની ઈ-મેઈલ વિજય માલ્યા અને તેમની કંપનીના સલાહકાર એ કે અડવાણી, હરીશ ભટ્ટ અને એ. રધુનાથ વચ્ચે કરાયેલી છે.

આ ઉપરાંત સીબીઆઈ તત્કાલીન સંયુક્ત સચિવ (બેન્કિંગ) અમિતાભ  મનિશ્રી વિષે્ પણ તપાસ ચલાવી રહી છે.