મનમોહન સિંધની પ્રશંસા કરતા રાજ ઠાકરે

0
332

મનસે પ્રમુખ રાજ ઠાકરેએ ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંધને એમના જન્મદિન નિમિત્તે શુભકામના પાઠવી હતાી. તેમણે  ટવીટ કરીને નરેન્દ્ર મોદીની કામગીરીની ટીકા કરી હતી અને મનમોહન સિંહે દેશના આર્થિક તંત્રને સુધારવા માટે લીધેલા પગલાંની તારીફ કરી હતી. ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે્ 1991માં ખાડે ગયેલા દેશના આર્થિક તંત્રને સુધાર્યું હતું. તેમણે આર્થિક ઉદારીકરણની શરૂઅાત કરીને ભારતને યોગ્ય દિશા ચીંધી હતી. રાજ ઠાકરેએ કહ્યું હતું કે, આજે આપણા દેશનું આર્થિકતંત્ર – આપણી અર્થ વ્યવસ્થા કમજોર  નેતાગીરીના હાથોમાં છે. આવા કપરા સમયમાં આજે ભારતના લોકોને, જેમાં હું પણ શામેલ છું તમારી ખોટ સાલે છે. મનમોહન સિંહજી, અમે તમને મિસ કરીએ છીએ…