મધ્ય ગુજરાતના શહેરોમાં સ્વૈચ્છિક લોકડાઉનનો અમલ

 

આણંદ, કપડવંજ, ખેડાઃ કોરોના સંક્રમણની વધતી જતી ચેઈન તોડવા ગામોની સાથે સાથે હવે શહેેરો પણ જોડાઈ રહ્યા છે. ખેડા અને કપડવંજ બંને શહેરોમાં રવિવારથી લોકડાઉન લાદવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ખેડા જિલ્લામાં અત્યાર સુધી ૧૫થી વધુ ગામો અને નગરોએ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લીધો છે. ખેડામાં તા.૧૭ એપ્રિલથી ૨૫ એપ્રિલ સુધી બપોર બાદ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. નગરના બજારોમાં તમામ વેપાર-ધંધા બપોર બાદ સ્વૈચ્છિક રીતે બંધ થઈ આ લોકડાઉનમાં જોડાયા છે.

કપડવંજ નગરપાલિકા સત્તાવાળાઓ દ્વારા જાહેર કરાયેલ અપીલ અનુસાર શનિવાર તા. ૧૭ એપ્રિલ બપોરથી સોમવારે તા. ૧૯ એપ્રિલની સવાર સુધી સ્વૈચ્છિક લોકડાઉનનો અમલ કરવાનો રહેશે. ત્યારબાદ પણ અન્ય સૂચના ન આપવામાં આવે ત્યાં સુધી બપોરના ત્રણ વાગ્યા પછી સ્વૈચ્છિક લોકડાઉન લાદવામાં આવ્યું છે.

આણંદ જિલ્લામાં છેલ્લા પાંચેક દિવસથી કોરોના સંક્રમણના કેસોમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. શહેરો ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પોઝિટિવ કેસોની વધતી જતી સંખ્યાના કારણે કોવિડ હોસ્પિટલોમાં દર્દીઓ વધી રહ્યા છે. 

આણંદ જિલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવાના હેતુથી તા. ર૧ એપ્રિલથી ૩૦ એપ્રિલ, ર૦ર૧ સુધી સાંજના પ કલાકથી સવારે ૬ કલાક સુધી સમગ્ર આણંદ જિલ્લામાં સ્વૈચ્છિક લોકડાઉનની કલેકટર આર. જી. ગોહિલ દ્વારા અપીલ કરવામાં આવી છે. કોરોના સંક્રમણને નાથવા માટે જિલ્લા વહિવટી અને આરોગ્ય તંત્ર કાર્યરત છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતા કોરોના મહામારીને નાથવા માટે જિલ્લાવાસીઓનો વિશેષ સહયોગ આવશ્યક છે. જેથી કલેકટર દ્વારા કરાયેલ સ્વૈચ્છિક અપીલમાં આણંદ જિલ્લાની તમામ નગરપાલિકા વિસ્તારોમાં તથા તાલુકા મથકના ગામના વિસ્તારમાં આવેલ શોપીંગ મોલ, સિનેમા ગૃહ, બાગ બગીચા, ખાણીપીણીની દુકાનો, પાનના ગલ્લા, ચ્હાની કિટલી, શાકભાજી સહિતના તમામ પ્રકારના માર્કેટ, તમામ વાણિજય વિષયક ઓફિસ, કોમર્શિયલ કોમ્પલેક્ષ, હોટલ-રેસ્ટોરન્ટ, સ્વીમીંગ પુલ, દુકાનો, ખાનગી ઓફિસો, જીમ, ધાર્મિક સ્થળો, કોમ્યુનિટી હોલ વગેરે તમામ જાહેર સ્થળોએ સ્વેચ્છાએ બંધ રાખવા અનુરોધ કરાયો છે. વધુમાં કોરોના સામેનો જંગ જીતવા સૌને અગ્રેસર બનવા પણ અપીલ કરવામાં આવી