મધ્યમ વર્ગને રાહત આપતું અને રોજગારીની તકો ઊભી કરતું વિકાસલક્ષી બજેટ-૨૦૨૩

The Union Minister for Finance and Corporate Affairs, Smt. Nirmala Sitharaman departs from North Block to Rashtrapati Bhavan and Parliament House, along with the Ministers of State for Finance, Shri Pankaj Chaowdhary and Dr. Bhagwat Kishanrao Karad and the senior officials to present the Union Budget 2023-24, in New Delhi on February 01, 2023.

 

નવી દિલ્હી: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪નું બજેટ રજૂ કર્યુ. મોદી સરકારના બીજા કાર્યકાળના વર્ષ ૨૦૨૩-૨૪ના આ છેલ્લું બજેટ છે. ઉપરાંત આવતા વર્ષે સામાન્ય ચૂંટણી પણ હોવાથી આ બજેટ ખૂબ જ મહત્વનું છે.

શું સસ્તુ, શું મોંઘુ થશે? નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષણ દરમિયાન કહ્યું કે કસ્ટમ ડ્યુટી, સેસ, સરચાર્જ દરમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રમકડાં પરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને ૧૩ ટકા કરાઇ છે. એટલે કે હવે રમકડાં સસ્તા થશે. ઉપરાંત સાયકલ પણ સસ્તી કરવામાં આવી છે. લિથિયમ આયન બેટરી પર કસ્ટમ ડ્યુટીમાં રાહત આપવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે નવા ટેકસ સ્લેબની જાહેરાત કરતાં જણાવ્યું કે વાર્ષિક ત્રણ લાખ સુધીની આવક પર કોઇ પણ ટેકસ નહીં લાગે, જયારે ‚. ૩થી ૬ લાખની આવક પર ૫ ટકા, ‚. ૬ થી ૯ લાખની આવક પર ૧૦ ટકા, ‚. ૯થી ૧૨ લાખની આવક પર ૧૫ ટકા, ૧૨થી ૧૫ લાખની આવક પર ૨૦ ટકા તેમજ ૧૫ લાખથી વધુની આવક પર ૩૦ ટકા ટેકસ ચૂકવવો પડશે. ટેકસમાં રાહતની જાહેરાત નાણામંત્રી નિર્મલા સીતારમણે ટેકસને લઇને મોટી જાહેરાત કરી છે. હવે ૭ લાખ ‚પિયાના વાર્ષિક કમાણીપર કોઇ ટેકસ આપવો નહી ંપડે. હાલ આ મર્યાદા ૫ લાખ ‚પિયાની હતી. બજેટમાં નોકરીયાત વર્ગને નિરાશા નોકરીયાત વર્ગને ફરી બજેટમાં નિરાશા હાથ લાગી છે. નાણામંત્રીએ આવકવેરામાં કોઇ રાહતની જાહેરાત કરી નથી. તેમણે માત્ર એટલું જ જણાવ્યું કે કેવી રીતે આવકવેરા રિટર્ન ફાઇલિંગ પહેલા કરતાં વધુ સરળ બની ગયું છે. તેમણે કહ્યું કે આવકવેરા વિભાગે રિટર્નની પ્રક્રિયાની વધુ સરળ બનાવી છે. નાણાંકીય વર્ષ ૨૦૧૩-૧૪માં આઇટીઆર માટે સરેરાશ પ્રોસેસિંગનો સમયગાળો ૯૩ દિવસનો હોય છે, જે ઘટીને ૧૬ દિવસ થઇ છે. 

મહિલા સન્માન બચત પત્રની જાહેરાત મહિલાઓ માટે નવી બચત યોજનાની જાહેરાત કરાઇ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે આ યોજનાનો લાભ બે વર્ષ સુધી ઉઠાવી શકશે. માર્ચ ૨૦૨૫માં બે વર્ષનો સમયગાળો પૂર્ણ થશે. એટલે કે માર્ચ ૨૦૨૫ સુધી મહિલાઓ ૨ લાખ ‚પિયા સુધીનું ‘મહિલા સન્માન બચત પત્ર’ ખરીદી શકશે. આના પર ૭.૫ ટકા વાર્ષિક વ્યાજ મળે છે. જ‚ર પડવા પર નાણાંમાંથી અમુક રકમ ઉપાડી શકાશે. નાણામંત્રીએ બજેટમાં સિનિયર સિટિઝન અને મહિલાઓ માટે બચત યોજનાનું એલાન કર્યુ છે. બે વર્ષ માટે આ યોજનાનો લાભ ઉઠાવી શકાશે. માર્ચ ૨૦૨૫ સુધી મહિલાઓ બે લાખ ‚પિયા સુધી મહિલા બચત પત્ર ખરીદી શકશે. તેના પર ૭.૫ ટકા વાર્ષિક દરથી વ્યાજ આપવામાં આવશે. જ‚રત પડ્યે આ રકમથી આંશિક નિકાસ પણ કરી શકાશે. તે ઉપરાંત સિનિયર સિટીજનો માટે ૧૫ લાખની લીમીટને વધારીને ૩૦ લાખ કરવાની જોગવાઇ કરવામાં આવી છે. પ્રવાસનને પ્રોત્સાહન આપવાની જાહેરાત ૫૦ પ્રવાસન સ્થળોની ઓળખ કરવામાં આવશે. સંપૂર્ણ પેકેજ સ્વ‚પે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસનને વિકસાવવામાં આવશે. રાજયોની રાજધાનીમાં યુનિટી મોલ શ‚ કરવા પ્રોત્સાહિત કરવામાં આવશે. આ નિર્ણયથ ડિસ્ટ્રિકટ, વન પ્રોડકટ અને હેન્ડીક્રાફટ પ્રોડકટને પ્રોત્સાહન મળશે. બજેટમાં યુવાઓ માટે મોટી જાહેરાત કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કૌશ વિકાસ યોજના ૪.૦ લોન્ચ કરશે. યુવાઓને આંતરરાષ્ટ્રીય તકો માટે કુશળ બનાવવા વિવિધ રાજયોમાં ૩૦ સ્કિલ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર સ્થાપવામાં આવશે. 

પ્રાકૃતિક ખેતી અપનાવનારા ખેડૂતને મદદ મળશે આગામી ત્રણ વર્ષમાં પ્રાકૃતિક ખેતી અપનાવનાર એક કરોડ ખેડૂતોને મદદ કરવામાં આવશે. ૧૦,૦૦૦ બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટર ખોલવામાં આવશે. એક લાખ પ્રાચીન પુરાલેખોને ડિજિટલ કરાશે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે એક લાખ પ્રાચીન પુરાલેખોનું ડિજિટલાઇઝેશન કરવામાં આવશે. કૃષિ દેવાનું લક્ષ્ય ૨૦ લાખ કરોડ નાણામંત્રીએ કહ્યું કે રાજયોની સક્રિય ભાગીદારી, સરકારી અને જાહેર ભાગીદારી સાથે મિશન રોડ પર પ્રવાસનને પ્રોત્સાહન આપવામાં આવશે. પશુપાલન, ડેરી, અને મત્સ્ય પાલન પર ધ્યાન આપવા ઉપરાંત કૃષિ દેવાના લક્ષ્યને વધારી ૨૦ લાખ કરોડ ‚પિયા કરવામાં આવશે. (ગુજરાત ટાઈમ્સ સંકલન)

શું સસ્તું થશે?

૦ એલઇડી ટેલિવિઝન ૦ ઇલેકિટ્રક વ્હીકલ ૦ કેમેરા લેન્સ ૦ સાયકલ ૦ રમકડા ૦ મોબાઇલના સ્પેર પાર્ટસ ૦ બાયોગેસ સંબંધિત વસ્તુઓ ૦ ઇ-બેટરીને કસ્ટમ ડયુટીમાં રાહત.

શું મોઘું થશે?

૦ ઘરની ઇલેકટ્રિક રસોઇ ચીમની ૦ સિગારેટ અને તમાકુ બનાવટ મોંઘી થશે ૦ વિદેશી કિચન ચીમની ૦ વિદેશી ચાંદીના વાસણો ૦ ચાંદીના ઘરેણાં ૦ સોનું ૦ ચાંદીઅને પ્લેટિનેમ ઘરેણાં ૦ ઇમ્પોર્ટેડ દરવાજા મોંઘા થશે.

નાણામંત્રીની મહત્વની જાહેરાત

કેવાયસી પ્રોસેસ સરળ કરવા હવેથી દેશભરમાં પાન કાર્ડ ઓળખપત્ર તરીકે માન્ય ગણાશે આગામી નાણાંકીય વર્ષમાં રેલ્વેમાટે ૨.૪૦ લાખ કરોડ ‚પિયાની જોગવાઇ કરાશે. આગામી એક વર્ષ સુધી મફત અનાજ યોજના, આ માટે બે લાખ કરોડ ‚પિયાનું બજેટ, મૂડી રોકાણનો ખર્ચ ૩૩ ટકા વધારી ૧૦ લાખ કરોડ ‚પિયા કરાઇ રહ્યો છે, જે જીડીપીના ૩.૩ ટકા હશે ૫-જી પર સંશોધન માટે એન્જિનિયરિંગ કોલેજોમાં ૧૦૦ લેબ બનશે, એઆઇ માટે સેન્ટર ફોર ઇન્ટેલિજન્સ, મ્યુનિસિપલ કોર્પોરેશનો તેમના પોતાના બોન્ડ લાવી શકશે, પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ખર્ચ ૬૬ ટકા વધારી ૭૯ હજાર કરોડ ‚પિયાથી વધુનો કરાશે. આગામી ત્રણ વર્ષમાં આદિવાસી વિદ્યાર્થીઓને સમર્થન આપતા ૭૪૦ એકલવ્ય મોડલ સ્કુલો માટે ૩૮૮૦૦ શિક્ષકોઅને સહાયક કર્મચારીઓની નિમણૂંક કરાશે.