મધ્યપ્રદેશ વિધાનસભાની આગામી ચૂંટણી માટે 8 રાજકીય પક્ષોનું ગઠબંધન, પણ કોંગ્રેસ બાકાત

0
789
REUTERS
REUTERS

મધ્યપ્રદેશમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને હરાવવાના આશયથી હવે રાજકીય પક્ષો પરસ્પરના મતભેદોને ભૂલી જઈને એક બનવાનો પ્રયાસ કરી રહયા છે. વિપક્ષોનું ચૂંટણી માટેનું ગઠબંધન રચવાના ઈરાદાથી તાજેતરમાં ભોપાળ ખાતે 8 રાજકીય પક્ષોની બેઠક યોજવાંમાં આવી હતી. આ બેઠકમાં સીપીઆઈ, બહુજન સંઘર્ષ દળ, સીપીએમ, સમાજવાદી પક્ષ, રાષ્ટ્રીય સમાનતા દળ, લોકતાંત્રિક જનતા દળ તેમજ પ્રજા તાંત્રિક સમાધાન પાર્ટીના  નેતાઓ ઉપસ્થિત રહયા હતા. જો કે કોંગ્રેસ એમાંથી બાકાત હતી. લોકતાંત્રિક જનતા દળના નેતા ગોવિંદ યાદવે કહયું હતું કે, રાજયમાં ભાજપની સરકારને પરાજિત કરવા માટે બધા વિપક્ષોએ સાથે મળીને ચૂંટણી લડવી જોઈએ. બધા પક્ષો એક બને તો જ ભાજપને હરાવી શકાય . મતો વહેંચાઈ ના જાય એ ખાસ જરૂરી છે આથી મહાગઠબંધન અંગે ચર્ચા- વિચારણા કરવા માટે આ બેઠક યોજવામાં આવી હતી.