મધ્યપ્રદેશમાં રાજકીય કટોકટી  કોંગ્રેસની સરકાર હાલકડોલક થઈ રહી છે..પક્ષના મહત્વના યુવા નેતા જયોતિર્રાદિત્ય સિંધિયા અને તેમના ટેકેદારો પક્ષમાંથી વિદાય લઈ રહ્યા છે…

0
1014

 

   આજકાલ મધ્યપ્રદેશની રાજધાની ભોપાળમાં રાજકીય તખ્તા પર બહુ મોટું નાટક ચાલી રહ્યું છે.

   મુખ્યપ્રધાન કમલનાથની સરકાર સંકટમાં છે.એ કયાં સુધી સત્તા પર રહેશે એ કોઈ કહી શકે એમ નથી.જયોતિર્રાદિત્ય સિંધિયા  છેલ્લા ઘણા સમયથી નાખુશ દેખાય છે. રાહુલ, ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી વાઢેરા સાથે તેમના સંબંધો સુમેળભર્યા નથી રહ્યા. મધ્યપ્રદેશમાં તેઓ મુખ્યપ્રધાનપદના દાવેદાર હોવા છતાં , તેમની ઉપેક્ષા કરીને કોંગ્રેસના હાઈ કમાન્ડે કમલનાથ પર પસંદગીની મહોર મારી. આથી નારાજગીનું પ્રમાણ વધી ગયું. ધીરે ધીરે સિંંધિયાએ કોંગ્રેસથી અંતર વધારવા માંડ્યું  હતું. જયોતિર્રાદિત્ય સિંધિયાને મુખ્યપ્રધાન પદ ન અપાતાં તેઓ પોતાની જાતને અપમાનિત અને ઉપેક્ષિત થયેલી અનુભવતા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, જયોતિર્રાદિત્ય સિંધિયાના સમર્થક વિધાયકોએ રાજીનામાં આપી દીધાં છે. તેઓ હાલમાં બેંગલોરમાં છે. મધ્યપ્રધેશમાં વિધાનસભાની 230 બેઠકો છે. કોંગ્રસની છાવણીમાં 121 વિધાનસભ્યો છે. જયારે ભાજપની પાસે 107 વિધાયકો છે. બહુમતી સાથે સરકાર રચવા માટે 116 સભ્યોની જરૂરત છે. જો 17 વિધાન સભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાય ભાજપની સભ્ય સંખ્યા 134 સુધી પહોંચી શકે એમ છે. આગામી બે-ત્રણ દિવસમાં આખું ચિત્ર સ્પષ્ટપણે સામે આવી જશે.