
આશરે મદ્યપ્રદેશમાં કોંગ્રેસના કમલનાથની સરકારનું પતન થયા બાદ ભાજપે એક મહિના મહિના અગાઉ સત્તાના સૂત્રો હસ્તગત કર્યા હતા. શિવરાજસિહ ચૌહાણે મુખયપ્રધાન તરીકે શપથ લીધા બાદ કેબિનેટની રચના કરવામાં આવી નહોતી. વિવિધ જાતિઓનું પ્રતિનિધિત્વ કરતા વિધાયકો તેમજ સીનિયર વિધાયકો અને વહીવટી કાર્યકુશલતા ધરાવતા અન્ય અનુભવી વિધાનસભ્યોના જૂથોમાં દરેકને સરખું પ્રતિનિધિત્વ મળે તેમજ દાયકાઓથી કોંગ્રેસમાં આગવી હરોળના નેતા તરીકે સ્થાન – મોભો ધરાવતા જયોતિરાદિત્ય સિંધિયાના સમર્થક વિધાયકોને પણ સ્થાન મળે – આ બધું ઉતાવળમાં કરવું શક્ય નહોતું. વળી ચાણક્ય બુધ્ધિ ધરાવતા અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે. પી. નડ્ડા કોઈને અન્યાય ન થાયતેની ચોકસાઈ રાખવાનું કહેતા હતા. તેમાં અચાનક કોરોનાનું મહાસંકટ ગંભીર સ્વરૂપે પ્રગટ થતાં મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ કેબિનેટની ઘોષણા કરી શકતા નહોતા. પરંત વહીવટીતંત્રનો ભાર અને સરકારની કામગીરી એકલે હાથે શક્ય નથી બનતી. આથી અનિવાર્યપણે પાંચ પ્રધાનોની વરણી કરવામાં આવી હતી. જેમાં જયોતિરાદિત્ય સિંધિયાના જૂથના બે વિધાયકો તુલસી સિલાવટ અને ગોવિંદસિંહ રાજપૂતને પ્રધાનબનાવવામાં આવ્યા હોવાનું સત્તાવાર સમાચાર સૂત્રોએ જણાવ્યું હતું. કૉંગ્રેસ સાથેનો વરસો જૂનો નાતો તોડીને ભાજપમાં પ્રવેશનારા જયોતિરાદિત્ય સિંધિયાને દેશના રાષ્ટ્રીય તખ્તા પર કામગીરી બજાવવાની મહેચ્છા છે.આથી તેમને ભાજપના વરિષ્ઠ નેતાઓએ રાજ્યસભાનું સભ્યપદ આપવાનું સ્વીકાર્યું છે. જયોતિરાદિત્ય સિંધિયાની સાથે મખ્યપ્રદેશના 22 જેટલા કોગ્રેસના વિધાનસભ્યોએ પણ કોંગ્રેસ સામે બગાવત કરીને ભાજપમાં પ્રવેશ મેળવ્યો હતો. આથી લધુમતીમાં આવી ગયેલી કમલનાથની સરકારે ના છૂટકે પરાજયનો સ્વીકાર કરીને સત્તા છોડી હતી. જો કે હજી ભવિષ્યમાં બળવાખોર તેમની માગણી ના સંતોષાય તો નવાજૂની કરે એવી પૂરી શક્યતાઓ છે.