મધ્યપ્રદેશની ભોપાળની પ્રતિષ્ઠિત લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર બનશે સાધ્વી પ્રજ્ઞા

0
68

 

2008ના માલેગાંવ બોમ્બ બ્લાસ્ટમાં કસૂરવાર ઠરેલા સાધ્વી પ્રજ્ઞા 9 વરસ જેલમાં સજા ભોગવીને જામીન પર(જમાનત) પર બહાર આવ્યા છે. ભગવા વસ્ત્રો અને ગળામાં રુદ્રાક્ષની માળા ધારણ કરનારા સાધ્વી પ્રજ્ઞાનો જન્મ મધ્યપ્રદેશના ભીંડ જિલ્લાના કછવાહા ગામમાં થયો હતો. તેમના પિતા ચંદ્રપાલ સિંહ આયુર્વેદના ચિકિત્સક હતા. પિતા રાષ્ટ્રીય સ્વયંસવક સંધના અનુયાયી હોવાને કારણે પ્રજ્ઞાજી પણ દીર્ઘકાળથી આરએસએસ સાથે સંકળાયેલા રહ્યાં છે. સાધ્વી પ્રજ્ઞાજી તેમના કોલેજકાળમાં ભાજપની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને વિશ્વ હિંદુ પરિષદની મહિલા પાંખ દુર્ગાવાહિનીની સાથે કામ કરતાં હતાં. તેઓ પ્રભાવશાળી વક્તા હોવાને કારણે કેમ્પસમાં તેઓ લોકપ્રય બન્યાં હતાં . તેમની વકતૃત્વની સહુ મુકતકંઠે પ્રશંસા કરતા હતા. ભોપાળ, દેવાસ અને જબલપુરમાં લોકો તેમના પ્રવચનોથી પ્રભાવિત, થયા હતા. ત્યારબાદ અચાનક તેઓ એબીવીપી છોડીને સાધ્વી બની ગયાં હતાં. માલેગાંવ બોમ્બ બ્લાસ્ટના કેસમાં જેલની સજા ભોગવવા દરમિયાન જ તેમને બ્રેસ્ટ કેન્સર થયું હતું. જેની સામે તેઓ  બહાદુરીથી ઝઝૂમ્યા હતાં . 48 વર્ષના સાધ્વી પ્રજ્ઞાજીને ભાજપના શક્તિશાળી ઉમેદવાર ગણવામાં આવે છે. તેઓ પોતાના પ્રતિસ્પર્ધીઓને ચૂંટણીમાં જબરી લડત આપીને વિજય મેળવશે એમ તેમના સમર્થકો માની રહ્યા છે.