મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન બનશે પીઢ કોંગ્રેસી નેતા કમલનાથ, જયોતિરાદિત્ય સિંધિયા પાસે રાજયના વહીવટનો અનુભવ નથી..

0
735

,

ગાંધી પરિવારની ત્રણ ત્રણ પેઢીથી સેવા કરનારા  કોંગ્રેસના વફાદાર નેતા કમલનાથ નવ નવ વખત સંસદની ચૂંટણી જીત્યા છે. કેન્દ્રના પ્રધાનમંડળમાં વિવિધ ખાતાઓના પ્રધાન તરીકે કામગીરી બજાવી છે. સદગત ઈન્દિરા ગાંધી એમને પોતાનો ત્રીજો દીકરો કહેતા હતા. કમલનાથ એક જમાનામાં સંજય ગાંધીના ખાસ મિત્ર અને વિશ્વાસુ હતા. વળી હાલમાં તો તેઓ મધ્યપ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તરીકે કામગીરી બજાવતા હતા અને રાજ્યમાં ચૂંટણીની બાગડૌર તેમના હાથમાં રહી હતી. આ બધા કારણોને લીધે જયોતિરાદિત્યજી કરતા તેમનું  પલ્લું વધું વજનદાર બન્યું હોવાથી આખરે મુખ્યપ્રધાનપદે રાહુલ અને સોનિયાએ એમની પસંદગી કરી હોવાનું માનવામાં આવે છે.