
મધ્યપ્રદેશમાં વિધાનસભાની કુલ 230 બેઠકો છે. જેમાં 114 બેઠકો પર કોંગ્રેસે વિજય મેળવ્યો છે. જ્યારે ભાજપને 109 બેઠકો મળી છે. સરકાર રચવા માટો 116 બેઠકોની બહુમતી હોવી જરૂરી છે. આથી સપા-બસપા બન્નેએ કોંગ્રેસને પોતાનું સમર્થન આપ્યું છે . મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન પદના બે દાવેદારો છે. એક, કોંગ્રેસના સીનિયર નેતા અને જેમની વ્યૂહરચનાને કારણે બેઠકો જીતવામાં કોંગ્રસને ફાયદો થયો તે અગ્રણી નેતા કમલનાથ અને જેમણે પક્ષમાં કાર્યકરો સાથે કામ કરીને કોંગ્રેસની નીચલી હરોળથી પ્રથમ હરોળ સુધીના તમામની સાથે રહીને કાર્ય કર્યું છે તે યુવા નેતા અને રાજવી ઘરાનાના રાજકુમાર જ્યોતિરાદિત્ય સિંધિયા. જયોતિરાદિત્ય યુવાન છે, મહત્વાકાંક્ષી છે તેમજ વિચક્ષણ સૂઝ અને શક્તિ ધરાવે છે. પક્ષના યુવા વર્ગમાં તેઓ માનીતા છે. આથી કમલનાથ અને જયોતિરાદિત્ય- બન્નેમાંથી મુખ્યમંત્રી કોને બનાવી શકાય,કોણ એ પદ માટે સક્ષમ છે એ નક્કી કરવું અઘરું છે. નવી દિલ્હીમાં બેઠેલી કોંગ્રેસ હાઈકમાન્ડ એ નક્કી કરશેજ. આમ છતાં જયોતિરાદિત્ય સિંધિયાએ કમલનાથને મુખ્યપ્રધાનપદે વરણી કરવાને પ્રસ્તાવ રજૂ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. કમલનાથ કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે અને રાજ્યમાં તેમનું ઘણુ વર્ચસ્વ છે.