

તાજેતરમાં મધ્યપ્રદેશની મુલાકાતે આવેલા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ જાબુઆમાં પત્રકારો સાથે વાતચીત કરતાં કહયું હતું કે, પનામા પેપર્સમાં નવાઝ શરીફનું નામ આવ્યું તે પાકિસ્તાનના વહીવટીતંત્રે એમની સામે કાર્યવાહી કરીને તેમને જેલમાંં ધકેલી દીધા. પરંતુ મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણના પુત્રનું નામ પનામા પેપર્સમાં આવ્યું હોવા છતાં તેની વિરુધ્ધ કોઈ કાનૂની કાર્યવાહી થઈ નથી.
આ રીતે પોતાના પુત્ર કાર્તિકેય ચૌહાણ પર ખોટો આરોપ મૂકીને એનું નામ બદનામ કરવાના રાહુલ ગાંધીના પ્રયાસ સામે મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે ઉગ્ર વિરોધ નોંધાવીને રાહુલ સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હોવાનું સમાચાર સૂત્રોએ જણાવ્યું હતું.