મધ્યપ્રદેશના ભોપાળ સંસદીય મત-વિસ્તારની બેઠક પરથી અભિનેત્રી કરીના કપુરને ચૂંટણી લડાવવાની કોંગ્રેસની ઈચ્છા

0
978

2019નાં એપ્રિલ- મે મહિનામાં લોકસભાની ચૂંટણી આવી રહી છે. ગણતરીના દિવસોમાં જ ચૂંટણીપંચ દ્વારા ચૂંટણીની તારીખનું ટાઈમટેબલ બહાર પડવાની સંભાવના છે. દેશના નાના મોટા રાજકીય પક્ષો તેમજ પ્રાદેશિક રાજકીય પક્ષ ચૂંટણી લડવા સજ્જ થઈ રહ્યો છે. દરેક પક્ષ મતના ગણિતને લક્ષમાં રાખીને પોતપોતાના ઉમેદવાર નક્કી કરવાના કાર્યમાં વ્યસ્ત બની ગયો છે. ભોપાળની સંસદીય બેઠક અનેક વરસોથી ભાજપના હાથમાં છે. ભોપાળ એ ભાજપનો ગઢ ગણાય છે. એમાં ગાબડું પાડવાનું કામ અઘરું છે. વરસોથી કોંંગ્રેસની નજર આ બેઠક પર છે. ભોપાળ એ પટૌડીના નવાબનું રજવાડું છે.નવાબોને આ શહેરનીપ્રજા હજી પોતાના નવાબને આદર અને પ્રેમથી જુએ છે. નવાબી પરંપરાનો લોકો હજી આદર કરે છે. આ સંસદીય મત- વિસ્તારમાં લોકો હજી પણ એમના લાડલા નવાબને ભૂલ્યા નથી.આ વિસ્તારમાં યુવાનોની સંખ્યા નોંધપાત્ર છે. છેલ્લા 30 વરસથી આ્ર બેઠક પર ભાજપનો ઉમેદવાર જ જીતે છે. આ વિસ્તારમાં યુવાનોમાં અભિનેત્રી કરીના કપુર ખૂબ લોકપ્રિય છે. આથી કોંગ્રેસ એનો લાભ લેવા માગે છે. 1989માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ક્રિકેટર નવાબ મન્સુર અલી ખાન ચૂંટણી લડ્યા હતા. તેમની માટે રાજીવ ગાંથી સહિત અનેક મોટા ગજાના નેતાઓએ પ્રચાર કર્યો હતો. છતાં પટૌડીના નવાબ ચૂંટણી હારી ગયા હતા. તેમની સામે ભાજપના ઉમેદવાર સુશીલકુમાર વર્મા  એક લાખથીય વધુ મતોથી ચૂંટણીમાં વિજયી બન્યા હતા.