મધ્યપ્રદેશના ગવર્નર આનંદીબેન પટેલે છાત્રાલયની વિદ્યાર્થીનીઓને શિખામણ આપી – રસોઈ કરતા શીખો, નહિતર સાસુ ઝઘડો કરશે..

0
865

મધ્યપ્રદેશના ગવર્નર આનંદીબેન પટેલ તાજેતરમાં રાજગઢ ખાતેના કસ્તુરબા ગાંધી છાત્રાલયની મુલાકાતે ગયા હતા .તેમણે છાત્રાલયમાં રહેતી વિદ્યાર્થીનીઓને સલાહ આપતાં કહયું હતું કે, છોકરીઓએ ભણવાની સાથે સાથે રસોઈ કરતાં પણ શીખવું જોઈએ. નહિતર એ જયારે પરણીને સાસરે  જશે ત્યારે એમની સાસુ ઝઘડો કરશે . સાસિરયા નારાજ થઈ જશે કે, ઘરની વહુને રસોઈ કરતાં પણ નથી આવડતું. તેમણે વધુ શિખામણ આપતાં કહયું હતું કે, છોકરીઓએ એમના વાળ કપાવવા ના જોઈે, ટૂંકા કરાવવા ના જોઈએ. લાંબા વાળ એ તો સ્ત્રીની શોભા છે. જો છોકરીઓ ટૂંકા વાળ કપાવીને સાસરે જશે તો સાસરિયાં તેમને ઘરમાં ઘુસવા નહિ દે.. રાજ્યપાલ આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે, છોકરીઓએ લોટ બાંધવાનું, શાક સમારવાનું શીખવું જોઈએ. તેમણે છાત્રાલયના સંચાલકોને શિખામણ આપી હતી કે,જયારે છાત્રાલયમાં ભોજન બનાવાતું હોય ત્યારે છોકરીઓને એ બનાવવાની તાલીમ આપવાનું શરૂ કરો.