મધર ઇન્ડિયા ક્રોશેટ કવીન્સને તૃતીય ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું સર્ટિફિકેટ એનાયત

વડોદરાઃ મધર ઇન્ડિયા ક્રોશેટ ક્વીન્સ (એમઆઇસીકયુ) દ્વારા સૌથી વધારે 53917 સ્કલ્પચર્સનો ગિનેસ વર્લ્ડ રેકોર્ડ કરવામાં આવ્યો છે. આ ગિનેસ વર્લ્ડ રેકોર્ડના સર્ટિફિકેટનું વિતરણ તાજેતરમાં મધર ઇન્ડિયા ક્રોશેટ ક્વીન્સ (એમઆઇસીકયુ)નાં ફાઉન્ડર સુબાશ્રી નટરાજનના હસ્તે પોદ્દાર વર્લ્ડ સ્કૂલ વડોદરામાં કરવામાં આવ્યું હતું.
ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાંથી 28 બહેનોએ આ રેકોર્ડમાં ભાગ લીધો હતો. ‘ગો ગ્રીન, સેવ અર્થ’ની થીમ પર આધારિત આ ગિનેસ રેકોર્ડમાં બધી વસ્તુઓ અંકોડી (ક્રોશેટ હૂક)થી બનાવવામાં આવી હતી.
એમઆઇસીક્યુ કોમલ નિરંજનભાઈ પટેલ (ગુડવિલ એમ્બેસેડર ગુજરાત-રાજસ્થાન-મધ્ય પ્રદેશ), એરિયા કો-ઓર્ડિનેટર્સ સંધ્યા અકોલકર, ડો. દિવ્યા પટેલ, શોભા અશોકભાઈ પટેલ, સુનીતા આહુજા, રસિકા ચૌહાણ, વર્ષા પુરોહિત, ડો. નમ્રતા યાદવ, એમઆઇસીક્યુ મેમ્બર્સ અંજલિ કિરણભાઈ પટેલ, અરુણા જગદીશ પટેલ, માલા યજ્ઞેશ શુક્લા, ડો. પ્રીતિ લવકેશ પટેલ, નીલા જોશી, લક્ષ્મી હરિ, પૂજા શાહ, કવિતા મઢેંકર, શુભદા અગ્નિહોત્રી, અંજલિ શર્મા, સોનલ કા. પટેલ, સિમરન રંજાઈ, મહેશ્વરી સેવક, સમ્મો આનંદ, સંદીપ કૌર મિન્હાલને ત્રીજા ગિનેસ વર્લ્ડ રેકોર્ડનાં સર્ટિફિકેટ્સ એનાયત કરવામાં આવ્યાં હતાં. આ કાર્યક્રમનું સંચાલન પોદ્દાર વર્લ્ડ સ્કૂલના પ્રિન્સિપાલ રેખા શાહ, પ્રિતા પિલ્લાઈ, મિસેલ ગણેશાલી, હેડમિસ્ટ્રેસ સંપદા પાલ્કર, દીપ્તિ રત્નાપલે કર્યું હતું. માલા યજ્ઞેશ શુક્લે મહેમાનોનો પરિચય આપ્યો હતો. કોમલ પટેલે આભારવિધિ કરી હતી અને એમઆઇસીક્યુનાં ફાઉન્ડર સુબાશ્રી નટરાજન, એમઆઇસીક્યુ મેમ્બર્સ, પોદ્દાર વર્લ્ડ સ્કૂલનાં રેખા શાહ, પોદ્દાર પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.
સુબાશ્રી નટરાજને આગામી એમઆઇસીક્યુ પ્રોજેક્ટ અને ચોથા અને પાંચમા ગિનેસ રેકોર્ડની માહિતી આપી હતી. ચોથો ગિનેસ રેકોર્ડ 20મી જાન્યુઆરી, 2019માં યોજાશે, જેમાં એક જગ્યાએ ભેગા થઈ 15 મિનિટ સુધી 43 બહેનો ક્રોશેટ અંકોડી અને ઊનથી ચોરસ બનાવશે. આ રેકોર્ડ ચારુસેટ યુનિવર્સિટી અને પોદ્દાર વર્લ્ડ સ્કૂલમાં યોજાશે. દરમિયાન પાંચમો ગિનેસ રેકોર્ડ ક્રિસમસની ઉજવણીની થીમ પર જુલાઈ, 2019માં કરાશે, જેમાં અંકોડી અને ઊનથી એક લાખથી વધુ વસ્તુઓ બનાવાશે.