મથુરા નજીક નંદગાંવ-બરસાનામાં લઠમાર હોળીની રંગબેરંગી ઉજવણી

ભારતભરમાં ગુરુવારે ફાગણી પૂનમે હોળીની રંગભેર ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાના વતન મથુરા નજીક આવેલા નંદગાંવ અને બરસાનામાં પુરુષો અને મહિલાઓ દ્વારા હોળીની ઉજવણી કરવામાં આવી હતી. નંદગાંવના પુરુષો ગુલાલ અને રંગ લઇને બરસાનાની મહિલાઓને રંગવા માટે ગયા હતા ત્યારે મહિલાઓએ લાઠીથી રોકવાનો પ્રતીકાત્મક પ્રયાસ કર્યો હતો, જેને લઠમાર હોલી તરીકે ઓળખવામાં આવે છે. (વચ્ચે) દેશવિદેશથી આવેલી યુવતીઓ પણ હોળીના રંગે રંગાઈ ગઈ હતી. (જમણે) રંગોત્સવ ખેલતા પુરુષો.