મથુરામાં કૃષ્ણ જન્મભૂમિમાં આવેલી શાહી ઈદગાહ  મસ્જિદ દૂર કરાવવાનો દાવો નામંજૂર કરતી ડિસ્ટ્રીકટ કોર્ટઃ ટ્રસ્ટે નામદાર કોર્ટના ચુકાદાનો વિરોધ કરતી અપીલ દાખલ કરી…..

 

     કરોડો હિંદુઓના પ્રિય આરાધ્ય ભગવાન શ્રીકૃષ્ણની મથુરા સ્થિત જન્મભૂમિ પર આવેલી સાહી ઈદગાહ મસ્જિદ દૂર કરવાનો દાવો કૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં કરવામાં આવ્યો હતો. જેને અદાલતે નામંજૂર કર્યો હતો. જેની સામે વિરોધ કરતી અપીલ કૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી. અપીલમાં જણાવ્યા અનુસાર, મથુરામાં 13.27એકરમાં ફેલાયેલી જગ્યા (જમીન) કૃષ્ણ જન્મભૂમિ 1944ની સાલમાં શેઠ જુગલ કિશોર બિરલાએ ખરીદ કરીને 1951માં ટ્રસ્ટને સોંપી દીધી હતી. અપીલમાં કહેવામાં આવ્યું હતું કે, બંધારણની કલમ 25ની અંતર્ગત, આ જગા પર આવેલી મસ્જિદ દૂર કરાવવાનો ટ્રસ્ટને બંધારણીય અધિકાર છે. એ અમારો ધાર્મિક અધિકાર છે. આથી અદાલત દ્વારા આ મસ્જિદની જગા ટ્રસ્ટનો સોંપી દેવામાં આવવી જોઈએ. આ કૃષ્ણ  જન્મભૂમિની જગા પર જે ગેરકાનૂની બાંધકામ કરવામાં આવ્યું છે તે દૂર કરવાનો આદેશ અદાલતે યુપી સુન્ની વકફ બોર્ડને  તેમજ શાહી મસ્જિદ દરગાહ ટ્રસ્ટનો આદેશ આપવો જોઈએ.