મથુરાના ઈસ્કોન મંદિરમાં હોળીની ઉજવણી પ્રસંગે વિદેશી પ્રવાસીઓ માટે ખાસ નિયમો …

0
1191

ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનની હોળી આખી દુનિયામાં મશહૂર છે. હોળીને ઉત્સવ યુપી અને રાજસ્થાનમાં એક – બે સપ્તાહ સુધી ઉજવવામાં આવે છે. હોળી એ માત્ર યુવા વર્ગનો ઉત્સવ નથી. પરિવારના તમામ સભ્યો માટેનો તહેવાર છે. એમાય મથુરના ઈસ્કોન મંદિરમાં કરાતી હોળી – ધૂળેટીની ઉજવણી તો યાદગાર હોય છોે. આ હોળીના ઉત્સવને માણવા માટે વિદેશથી અનેક પ્રવાસીઓ ભારતમાં આવતા હોય છે. એમાંય મથુરા- ગોકુળ, વૃદાવનની હોળીનો ઉત્સવ અદભૂત અને અનુપમ હોય છે. સીત- સંગીત, નૃત્ય અને સ્વાદિષ્ટ ખાણી- પીણીથી સર્વત્ર આનંદ અને મસ્તીનો માહોલ હોય છે. જો કે આ વરસે – આગામી હોળીના ઉત્સવમાં કોરોનાએ રંગમાં ભંગ પાડ્યા છે. અનેક જગ્યાએ હોળીના ઉત્સવની ઉજવણી મર્યાદિત કરી દેવામાં આવી છે. 

   મથુરાના ઈસ્કોન મંદિરના વ્યવસ્થા તંત્રે મંદિરમાં આવનારા વિદેશીઓ માટે ખાસ નિયમો અને આચારસંહિતા નક્કી કરી છે.મથુરાના ઈસ્કોન મંદિરના જનસંપર્ક પ્રવકતા સૌરભ દાસના જણાવ્યા અનુસાર, તેમણે વિદેશી નાગરિકોને અપીલ કરી છેકે, તમે આગામી બે મહિના સુધી મથુરાના ઈસ્કોન મંદિરની મુલાકાતે આવશો નહિ.જો કોઈ વિદેશી પ્રવાસીને મંદિરની મુલાકાતે આવવું  હશે તો તેણે મેડિકલ સર્ટિફિકેટ લેવું પડશે.