મતદાનના દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધોરડો રણોત્સવને ખુલ્લો મૂકે તેવી સંભાવના

 

ભુજઃ ૧૯ ડિસેમ્બરે કચ્છમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન થવાનું છે તેની વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ એ દિવસે સાંજે રણોત્સવનું વિધિવત ઉદ્ઘાટન કરવા આવે તેવી શક્યતા છે. જે રીતે અત્યારે કચ્છના વહીવટી તંત્ર અને પ્રવાસન વિભાગ તરફથી તૈયારીઓ કરવામાં આવે છે એ જોતાં તા. ૧૯-૧૨ના સાંજે ધોરડો ખાતેના રણોત્સવનો પ્રારંભ મુખ્યમંત્રી કરશે. હજુ સત્તાવાર કાર્યક્રમ આવ્યો નથી પરંતુ ૧૯મીએ મુખ્યમંત્રી કચ્છ આવી રહ્યા છે. છેલ્લે જ્યારે મુખ્યમંત્રી ધોરડો ખાતે કચ્છના સંત્રીઓ સાથે દિવાળી મનાવવા આવ્યા ત્યારે જ નક્કી થયું હતું કે ૧૯મીએ પૂનમની ચાંદની રાત હોવાથી આ સફેદ રાત્રે રણોત્સવ ખુલ્લો મૂકવા મુખ્યમંત્રી ફરી કચ્છ આવશે.