મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત સ્વામિનારાયણ મંદિર ઓસ્ટ્રેલિયાનો વાર્ષિકોત્સવ ઉજવાયો

એલ્બલટનઃ મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સ્વામિનારાયણ મંદિર, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા, એમ્બલટન, પર્થમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજનો પ્રથમ વાર્ષિક પ્રતિષ્ઠોત્સવ યોજાયો. સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર જીવનપ્રાણ મુક્તજીવન સ્વામીબાપાના વારસદાર વિશ્વવાત્સલ્યમહોદધિ આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી આ ભૂમિ પર પધારી સત્સંગના બીજ રોપ્યાં હતા. વિશ્વવાત્સલ્યમહોદધિ આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજીના અવિરત વિચરણથી વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા, એમ્બલટન, પર્થમાં સત્સંગની અભિવૃદ્ધિ થઈ. મણિનગર સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય જ્ઞાનમહોદધિ જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીની અધ્યક્ષતામાં સ્વામિનારાયણ મંદિર એમ્બ્લેટન, પ્રથમ વાર્ષિક પ્રતિષ્ઠોત્સવ ત્રિદિવસીય મહોત્સવની પરમ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી.