મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનમાં એચઆઇવીગ્રસ્તોના હસ્તે પૂજન

0
1050

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરસ્થિત આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની આજ્ઞા અન્વયે ગુરુપૂર્ણિમા ઉત્સવ યોજાયો હતો, જેમાં સમાજે તરછોડેલા એચઆઇવીગ્રસ્તોને ખાસ પૂજન માટે બોલાવ્યા હતા અને આનંદિત કરી હિંમત રાખવા માટે જણાવ્યું હતું. ગુરુપૂર્ણિમા ઉત્સવે ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાનું પંચામૃત પૂજન, સ્વાગત યાત્રા, કથાવાર્તા, બ્લડ ડોનેશન કેમ્પ તેમ જ ફ્રી આયુર્વેદિક દવાઓનો કેમ્પ પણ યોજાયો હતો. ઘણી મોટી સંખ્યામાં હરિભક્તોનો સમૂહ ઉપસ્થિત રહ્યો હતો.

(ફોટોસૌજન્યઃ સદ્ગુરુ ભગવતીપ્રિયદાસજી સ્વામી મંહત, મણિનગર સ્વામિનારાયણ મંદિર.)