મંબઈની ક્રાઈમ બ્રાન્ચ ફેક (બનાવટી) સોશ્યલ મિડિયા ફોલોઅર્સ સ્કેમની તપાસ કરી રહી છે…

 

    મુંબઈની ક્રાઈમ બ્રાન્ચ હાલમાં ફેક સોશ્યલ મીડિયા ફોલોઅર્સના સ્કેમ બાબત ઝીણવટભરી તપાસ કરી રહી છે.શક્ય  છે કે તપાસમાં ચોંકાવનારા તથ્ય બહાર આવે. તપાસનું સૌથી ચોંકાવનારી બાબત એ છેકે બોલીવુડની સેલિબ્રિટી અભિનેત્રીઓ દીપિકા પદુકોણ અને પ્રિયંકા જોનાસ ચોપરાની સાથે 10 સેલિબ્રિટીઓના નામ ફેક ફોલોઅર્સના લિસ્ટમાં સામેલ છે. હવે મુંબઈની પોલીસ જલદી આ બધી સેલિબ્રિટીની પૂછપરછ કરી શકે છે.સંભવ છેકે આગામી સપ્તાહમાં આ પૂછપરછ શરૂ કરવામાં આવશે. ક્રીમ બ્રાન્ચના માહિતી સૂત્રોના જણાવ્યા અનુસાર, 100 થી 150 વ્યક્તિઓના સ્ટેટમેન્ટ લેવામાં આવશે.