મંકી પોક્સને લીધે વૈશ્વિક સ્તરે હેલ્થ ઈમરજન્સી જાહેર થશેઃ who

 

ન્યૂયોર્કઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (who)ઍ જાહેર કર્યું હતું કે, ૨૩મી જૂને ઍક આપાત કાલીન બેઠક બોલાવવામાં આવી છે જેમાં તે નિર્ણય લેવાશે કે વિશ્વમાં ઝડપભેર ફેલાઈ રહેલા ‘મંકી પોક્સ’ને લીધે વૈશ્વિ સ્તરે હેલ્થ ઇમરજન્સી જાહેર કરવી કે નહીં?

અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૦૨૦ના પ્રારંભમાં જ્યારે કોરોના વાયરસ પ્રસરવો શરૂ થયો ત્યારે ષ્ણ્બ્  દ્વારા ૩૦મી જાન્યુઆરી ૨૦૨૦ના દિવસે ‘વૈશ્વિક આપાતકાલીન સ્થિતિ’ જાહેર કરવામાં આવી હતી.

who પ્રમુખ ટેડ્રોસ અઘાનોમ ધેબ્રેયસસે કહ્નાં હતું કે, ‘મંકી પોક્સ’નો પ્રકોપ અસામાન્ય અને ચિંતાજનક છે. તે કારણે જ મેં આગામી સપ્તાહે આંતરરાષ્ટ્રીય આરોગ્ય નિયમો નીચે આપાતકાલીન બેઠક બોલાવવાનો નિર્ણય કર્યો છે જેથી નિર્ણય થઈ શકે આ પ્રકોપ આંતરરાષ્ટ્રીય ચિંતા સમાન છે કે નહિ.

અત્રે નોîધનિય છે કે, ૨૯ દિવસમાં જ ૩૦થી વધુ દેશોમાં આ રોગના આશરે ૬૦૦થી વધુ કેસો નોંધાયા છે. જેમાં મોટા ભાગના પુરૂષો છે. તેમાં વધુ તો સમલૈંગિક, દ્વિલૈંગિક (હોમોસેક્સ્યુઅલ કે બાયોસેક્સ્યુઅલ પુરૂષો છે) આ રોગ ઍટલા માટે વધુ ભયાવહ છે કે, જેને તે રોગ થયો હોય તેના સંપર્કમાં પણ કોઈ આવી જાય તો પણ તેને ચેપ લાગી જાય છે.

આ રોગના કેસો બ્રિટન પછી આફ્રિકામાં પણ વધુ પ્રમાણમાં નોંધાય છે. બ્રિટનના આંકડા પ્રમાણે ૯૯ ટકા કેસો પુરૂષોના નોંધાયા છે. તેમાં સૌથી વધુ લંડનમાં જોવા મળ્યા છે. અત્યાર સુધીમાં આશરે ૧,૨૮૫ કેસો થયા છે. આફ્રિકામાં તો તેથી ઍક મૃત્યુ પણ નોંધાયું છે જો કે આફ્રિકાની બહાર કોઈ મૃત્યુ નોંધાયું હોવાના સમાચાર નથી. બ્રિટન પછી સૌથી વધુ કેસો સ્પેન, જર્મની અને કેનેડામાં નોંધાયા છે