ભ્રષ્ટાચાર આચરવામાં નથી આવ્યો, 18 ટકા લોકો માને છે કે, રાફેલના  સોદામાં ભ્રષ્ટાચાર થયો છે…

0
664
REUTERS
REUTERS

જાણીતા મેગેઝિન ઈન્ડિયા ટુડે – એકસેસ માય ઈન્ડિયા રાફેલ યુધ્ધ વિમાન સહિત કેટલાક રાષ્ટ્રીય મદા્ઓ પર મહારાષ્ટ્રના વિસ્તારોમાં વસનારા લોકોને સવાલો પૂછીને તેમના અભિપ્રયો લીધા હતા.મહારાષ્ટ્રના આશરે 18,000 લોકોનો સંપર્ક કરીને તેમના વિચારો જાણવામાં આવ્યા હતા. જેમાં રાફેલ વિમાનના સોદામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો મત 18 ટકા લોકોએ આપ્યો હતો, જયારે 24 ટકા લોકોએ કહ્યું હતું કે, કશો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો નથી. જયારે, 58 ટકા લોકોએ કહયું હતું કે, ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે કે નહિ તેની કશી  ખબર પડતી નથી. કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી એવો આક્ષેપ કરી રહયા છે કે, રિલાયન્સના અનિલ અંબાણીને ફાયદો કરાવવા માટે સરકારી કંપની હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને મોદી સરકારે સોદામાંથી બાકાત કરી દીધી હતી.