ભૂષણ કુમાર, શૈલેષ આર. સિંહ અને નામાંકિત નિર્દેશક – નિર્માતા હંસલ કુમારની આગામી ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવશે પ્રતિભાસંપન્ન યુવા અભિનેતા પ્રતીક ગાંધી. . 

 

     ગત વરસે જાણીતી વેબ સિરિઝ સ્કેમ 1992માં જોરદાર અભિનય આપ્યા બાદ હવે પ્રતીક ગાંધીને અનેક ફિલ્મો ને વેબ સિરિઝમાં કામ કરવાની ઓફર મળી રહી છે. હંસલ મહેતાની આ ફિલ્મમાં પ્રતીક ગાંધીની સાથે અભિનેત્રી ખુશાલી કુમાર અભિનય કરી રહી છે. હાલમાં જ તેણે આર માધવન અને અપારશકિત ખુરાના સાથેની સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું હતું. સામાન્ય માનવીના રોજબરોજના જીવન સંઘર્ષને  પેશ કરતી વાર્તામાં દર્શકને પોતાના જીવનની ગતિવિધિનું પ્રતિબિંબ દેખાશે. ફિલ્મના સહ- નિર્માતા ભૂષણકુમારે જણાવ્યું હતું કે, આ એક સરળ કથા છે. જે અનેક ભારતીયોના જીવનની સમસ્યાઓ પર પ્રકાશ પાડે છે. પ્રતીક ગાંધી અને ખુશાલી કુમાર – બન્નેએ આ ફિલ્મ માટે તૈયારી શરૂ કરી દીધી છે. ફિલ્મનો સેટ ઉત્તરપ્રદેશના નાનકડા શહેરમાં તૈયાર કરવામાં આવશે. આ ફિલ્મ પ્રતીકની અભિનય – કારિકર્દીને વધુ ઉજ્જવલ બનાવશે એવું હંસલ મહેતાનું માનવું છે.