ભૂતપૂર્વ વિદેશમંત્રી નટવરસિંહનું નિવેદનઃ જમ્મુ – કાશ્મીરમાં કયારેય કશું નહિ બદલાય.

0
889

ભારતના ભૂતપૂર્વ વિદેશપ્રધાન નટવરસિંહે તાજેતરમાં એક ચોંકાવનારું નિવેદન કર્યું હતું. તેમણે જમ્મુ- કાશ્મીર વિવાદ અંગે ભારત- પાકિસ્તાનના વલણ અંગે નિર્દેશ કરતાં કહ્યું હતું કે, જમ્મુ – કાશ્મીરની સ્થિતિમાં કયારેય કશું પરિવર્તન નહિ આવે, પાકિસ્તાન એક ઈંચ ભૂમિ આપવા તૈયાર નથી, એ જ રીતે ભારતની સેના પણ એક ઈંચ જમીન આપવા તૈયાર નથી. આ સિલસિલો ચાલતો રહેશે. અમે 1970 ની સાલથી પરસ્પર શાંતિનો માહોલ રચવા માટે પ્રયાસ કરીએ છીએ, પણ પાકિસ્તાન વારંવાર વિક્ષેપ ઊભો કરે છે. ભારત અને પાકિસ્તાનના સંબંધો હાલમાં કડવાશની ટોચે ઊભા છો. સરહદ પર આતંકવાદીઓ તરફથી ધુસણખોરીની પ્રવૃત્તિ સતત ચાલતી રહી છે. ભારતની સેના આ આતંકવાદી ઘુસણખોરોને જડબાંતોડ જવાબ આપી રહી છે. આ ધુસણખોરી અને કપટનીતિ સાથે પાકિસ્તાન બેમોઢાની વાત કરી રહ્યું છે.