

કોગ્રેસના અગ્રણી નેતા કપિલ સિબ્બલના પુસ્તક- શેડસ ઓફ ટ્રુથસ – અ જર્ની ડિરેલ્ડના વિમોચન સમારંભમાં હાજરી આપી રહેલા ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પોતાના વકતવ્યમાં નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારની કામગીરી પર અનેક આક્ષેપ કર્યા હતા. તેમણે કહયું હતુંકે, યુવકોને રોજગારી આપવા બાબત મોદી સરકાર નિષ્ફળ રહી છે. દેશના આશરકે બે કરોડ યુવલાનો રોજગાર વગર બેકાર બેઠા છે, તેઓ નોકરીની રાહ જોઈ રહ્યા છે. મોદી સરકારે તેમને નોકરી આપી નથી. સરકારે આપેલું વછન ફોક બન્યું છે. ચેલ્લા 4 વરસના મોદી સરકારના શાસન દરમિયાન રોજગારીની વૃધ્ધિનો દર ઘટ્યો છે. ઉતાવળમાંભરવામાં આવેલું નોટબંધીનું પગલું તેમજ જીએસટી એકટને કારણે ઉદ્યોગોને પારાવાર નુકસાન થયું છે. સરકાર કૃષિક્ષેત્રનું સંકટ દૂર કરી શકી નથી. દેશની આર્થિક પરિસ્થિતિ બગડી રહી છે. પાડોશી દેશો સાથે પણ સંબંધો વણસી રહયા હોવાનું તેમણે જણાવ્યું હતું.