ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંધની ભૂમિકા એ મારી સમગ્ર કેરિયરનો સૌથી ટફ રોલ છે -અભિનેતા અનુપમ ખેર

0
787

ફિલ્મ-જગતમાં કરેલા વિશિષ્ટ યોગદાન માટે તાજેતરમાં દીનાનાથ મંગેશકર એવોર્ડ સ્વીકારનારા પીઢ અભિનેતા અનુપમ ખેરે જણાવ્યું હતું કે, તમારે કોઈ કાલ્પનિક ભૂમિકા ભજવવાની હોય તો તેમાં તમે તમારી કલ્પનાના પોતીકા રંગો ઉમેરીને ભૂમિકાને વધુ સુંદર  તેમજ અસરકારક બનાવી શકો છો, પણ જયારે તમારે તમારી આસપાસ

હરતી -ફરતી અને દેશના ઈતિહાસમાં જેમનું નામ અને યોગદાન નોંધાયું છે તેવી વ્યક્તિનો  રોલ ભજવવાનો આવે ત્યારે એક કલાકાર તરીકે તમારી જવાબદારી ખૂબ વધી જાય છે. ધી એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર ઓફ ઈન્ડિયા પુસ્તક પરતી બની રહેલી  ફિલ્મમાં અનુપમ ખેર ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મનું શૂટિંગ હાલમાં ચાલી રહ્યું છે. મનમોહન સિંહની ભૂમિકા માટે અનુપમ ખેરે સતત ચાર મહિના સુધી એમના વ્યક્તિત્વનું નિરીક્ષણ – પરીક્ષણ કર્યું હતું