ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ લોકતંત્ર વિષે કહી મહત્વની વાત – સંમતિ અને અસંમતિ – બન્ને લોકશાહીનાં મૂળ તત્વ છે

0
1105

ચૂંટણી પંચ દ્વારા આયોજિત સુકુમાર સેન સ્મૃતિ વ્યાખ્યાન માળાને સંબોધતાં જણાવ્યું હતું કે, ભારતનું લોકતંત્ર સમયની કસોટી પર પ્રત્યેક વખતે ખરું ઊતર્યું છે. છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન આપણા દેશના યુવાને તેમજ મહિલાઓ રાષ્ટ્રને સ્પર્શતા કેટલાક મહત્વના વિષયો પરત્વે પોતાનો મત, પોતાના વિચારો , પોતાના દ્રષ્ટિકોણ રજૂ કરવા માટે જાહેરમાં આવ્યા, રસ્તાઓ પર સરઘસો અને રેૉલીઓ યોજી રહ્યા છે, પ્રદર્શનો કરી રહ્યા છે તે નોંધ લેવા જેવી ઘટના છે. આફમા દેશના બંધારણમાં તેમને આસ્થા છે તે વાત હદયને સ્પર્શી જાય છે. 

જોકે માજી રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ કોઈ પણ જન- આંદોલન કે મુદાંનું નામ લીધા વિના જણાવ્યું હતું  કે, આમ જનતાનો મતએ લોકતંત્રની જીવનરેખા છે. લોકશાહીમાં દરેકની વાત સાંભળવામાં આવવી જોઈએ. તમામ લોકોને પોતાના વિચારોની અભિવ્યક્તિ માટે છૂટ હોવી જોઈએ. લોકસાહીમાં દરેક મુદા્ને માટે તર્ક- વિતર્ક તેમજ અસંમતિનું સ્થાન મહત્વનું  છે. મારું માનવું છે કે, દેશમાં શાંતિપૂર્ણ આંદોલનોની આ લહેર પરી એકવાર આપણી લોકશાહીના મૂળિયાઓને વધુ ઊંડા અને મજબૂત બનાવશે. આપણા દેશનું લોકતંત્ર મજબૂત છે, તેનું કાૈરણ આપણા દેશમાં યોજાતી ચૂંટણી અને ચૂં ટણીની પ્રક્રિયા સ્વચ્છ અને પવિત્ર રહી છે તે છે. આ કાર્યચૂંટણી પંચની સંસ્થાગત કાર્યયોજના વિના શક્ય નથઈ શક્યું હોત.

આ વ્યાખ્યાનનું આયોજન ચૂંટણી આયોગ દ્વારા  કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચૂંટણી પંચના અનેક વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત  રહ્યા હતા. જેમાં ચૂંટણી કમિશનર અશોક લવાસા, સુનીલ ચંદ્રા વગેરેનો સમાવેશ થાય છે. દેશમાં નિષ્પક્ષ તેમજ સ્વચ્છ ચૂંટણી યોજાય એ માટે આવશ્યક છેકે દરેક વ્યક્તિએ ચૂંટણીની આચાર સહિંતાનું દ્રઢતાથી તેમજ સાચી નિષ્ઠાથી પાલન કરવું જોઈએ. ભારતની ચૂંટણી પ્રક્રિયાને મજબૂત બનાવવા માટે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલા અસરકારક ઉપાયોએ ચૂંટણી પ્રણાલિને વિશ્વસનીયતા પ્રદાન કરી છે,સમગ્ર વિશ્વમાં ભારતની ચૂંટણી પધ્ધતિની પ્રતિષ્ઠા સાબિત થઈ છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here