ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું વકતવ્યઃ દેશની સુદ્રઢ આર્થિક વ્યવસ્થામાં આજ દિન સુધીની તમામ પક્ષોની સરકારનો ફાળો છે

0
890


ભૂતપૂ્ર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ જણાવ્યું હતું કે, અગાઉની સરકારોએ મજબૂત પાયો નાખ્યો હોવાથી ભારત 2024માં 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનશે. તેમણે વિશેષમાં જણાવ્યું હતું કે, દેશ સ્વતંત્ર થયા બાદ ભારતીયોના પ્રયાસોને કારણે સામાજિક અને આર્થિક ક્ષેત્રે સારો દેખાવ થઈ રહ્યો છે.  વારંવાર કોંગ્રેસના 55 વરસોના શાસનની ટીકાઓને તેમણે ખોટી ગણાવી હતી. દરેક પક્ષની સરકારોના પ્રયાસોને લીધે જ ભારત 2024માં 5 ટ્રિલિયન ડોલરની વ્યવસ્થા બની શશે, કારણકે તે માટેનો મજબૂત પાયો પહેલેથી જ નાખવામાં આવ્યો હતો. કોંગ્રેસના 55 વરસના શાસનકાળની ટીકાઓને ખોટી ગણાવતાં તેમણે કહ્યું હતું કે, આ મજબૂત અર્થવ્યવસ્થા અંગ્રેજોને કારણે નહિ, પણ ભારતીયોના અથાગ પ્રયાસોને કારણે મેળવી શકાઈ છે. જે લોકો કોંગ્રસના શાસનની ટીકા કર્યા કરે છે, તેઓ એ વાત ભૂલી જાય છેકે, આઝાદીમળી તે સમંયે દેશની હાલત કેવી હતી..જો આજે ભારત મજબૂત અર્થવ્યવસ્થા બનવા તરફ ગતિ કરી રહ્યું હોય તો તેની પાછલ પૂર્વજોએ રાખેલી 1.8 ટ્રિલિયન ડોલરની અર્થ- વ્યવસ્થાનો મજબૂત પાયો છે. 
                        સમૃદ્ધ ભારત ફાઉન્ડેશન દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં તેમણે ઉપરોક્ત નિવેદન કર્યું હતું. તેમણે એ બાબતનો પણ સ્વીકાર કર્યો હતો કે, બિનકોંગી સરકારોએ પણ દેશના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમણે દેશની ઉપલબ્ધિઓને કોઈ એક જ પક્ષની ગણાવવા અંગે અફસોસ વ્યક્ત કર્યો હતો. દેશના વિકાસમાં સહુનો ફાળો શામેલ છે. ભારતે આજે જે ચાર- પાંચ ગણી સિધ્ધિઓ મેળવી છે , કારણ કે પંડિત જવાહરલાલ નહેરુ જેવા નેતાઓએ આઈઆઈટી, ઈસરો, આઈઆઈએમ જેવી સંસ્થાઓનો પાયો નાખ્યો હતો. મનમોહનસિંહ અને નરસિંહા રાવ જેવા નેતાઓે ઉદારવાદી નીતિઓને  કારણે દેશના વિકાસને આગળ વધાર્યો હતો.