ભૂતપૂર્વ પ્રધાન અને એલિમ્પિક ખેલાડી કોંગ્રેસી નેતા અસલમ શેર ખાન કહેછેઃ હું કોગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી લેવા તૌયાર છું.

0
1003


કોગ્રેસી નેતા અસલમ ખાને જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીના બદલે હું કોંગ્રસના પ્રમુખ બનવાની મારી ઈચ્છા જણાવી ચૂક્યો છું. રાહુલ ગાંધીએ ખુદ કહ્યું હતું કે, હવે કોંગ્રસના અધ્યક્ષપદની જવાબદારી લેવા માટે નહેરુ- ગાંધી પરિવાર સિવાય બહારની વ્યક્તિએ આગળ આવવું જોઈએ.ગત 25મી મેના નવી દિલ્હી ખાતે યોજાયેલી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીએ અધ્યક્ષપદ પરથી રાજીનામુ આપવાની વાત કરી હતી. ત્યારબાદ અસલમ ખાને કહયું હતું કે, તેઓ આપદની જવાબદારી સ્વીકારવા માટે તૈયાર છે. જોકે કોંગ્રેસની વર્કિંગ કમિટીએ રાહુલ ગાંધીનો રાજીનામાનો પ્રસ્તાવ નામંજૂર કરી દીધો હતો. ત્યારબાદ અસલમ ખાને પત્ર લખીને પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી.તેમમએ પોતાના પત્રમાં ઝમાવ્યુપં હતું કે, મેંકોઈ વ્યક્તિગત લાભ મેળવવાની આશાએ આ પત્ર નથી લખ્યો , પણ હું માનું છું કે કોંગ્રેસમાં હવે પરિવર્તનની જરૂરત છે. પક્ષને પિન સંગઠિત કરવાની આ઴શ્યકતાી છે. આથી અત્યારે જયારે કોંગ્રેસનો ખરાબ સમય ચાલી રહ્યા છે ત્યારે મેં આ જવાબદારી લેવાની તૈયારી બતાવી છે. મેં કોંગ્રેસના ઉમેદવારોની હાર માટે રાહુલ ગાંધીને દોષ નથી આપ્યો. પરંતુ એવાત તો સાછી જ છેકે કોંગ્રેસ પોતાની વાત દેશની આમ જનતા સુધી પહોંચાડી શકી નથી. એને કારણે જ આમ જનતાએ મોદીને સમર્થન આપી દીધું . મને લાગે છેકે, કોંગ્રેસમાં બદલાવની જરૂર છે. જો મારાથી વધુ સારી વ્યક્તિ આ પદ માટે કોઈ લાગતી હોય તો કોંગ્રેસે એવ્યક્તિને પ્રમુખ બનાવવી જોઈએ.