
જાણીતા ભૂતપૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિધ્ધુ પર આરોપ છે કે તેમણે પંજાબના પટિયાલા ખાતે 65 વરસના ગુરનામ સિંહ સાથે મારપીટ કરી હતી. ત્યારબાદ ગુરનામસિંહનું મૃત્યુ થયું હતું. 1988માં બનેલા રોડરેજ કેસમાં સિધ્ધુ મુખ્ય આરોપી છે. તેમના વકીલે કહ્યું હતું કે, ગુરનામ સિંહના મોત સાથે નવજોત સિંહ સિધ્ધૂને કશો નિસબત નથી. આ કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં ચાલી રહીછે. સુપ્રીમ કોર્ટના બે સીનિયર ન્યાયાધીશો જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ ચેલમેશ્વરમની ખંડપીઠ આ કેસની સુનાવણી કરી રહી છે. નવજોત સિંહ સિધ્ધૂએ કહ્યું હતું કે, ગુરનામ સિંહનું મૃત્યુ હૃદયની બીમારીને કારણે થયું હતું. તેમના પર મૂકવામાં આવેલા આરોપો મેડિકલ રિપોર્ટ પર આધારિત નથી. અદાલતે કેસનો ફેંસલો અનામત રાખ્યો છે.