ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીની તબિયત ગંભીર – લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રખાયા..

0
653

જાણીતા એડવોકેટ અને મોદી સરકારના ભૂતપૂર્વમંત્રી અરુણ જેટલીને ફરીથી તેમની તબિયત વધુ બગડતા  એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે એમની તબિયત વધુ નાજુક હોવાથી તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હોવાનું સમાચાર સૂત્રોએ જણાવ્યું હતું. ગત 9 ઓગસ્ટે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે તેમની તબિયતના ખબરઅંતર પૂછવા માટે રાષ્ટ્રપતિ માનનીય રામનાથ કોવિંદ, આરોગ્યપ્રઘાન હર્ષવર્ધન અને આરોગ્ય રાજ્યમંત્રી અશ્વિનીકુમાર ચૌબે સહિત રાજકીય નેતાઓએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જેટલી ફેફસાની બિમારીથી પીડાય છે. તેમને શ્વાસની તકલીફ છે. એ સિવાય તેઓ સોફટ ટીશ્યૂ કેન્સરના રોગી છે. હાલમાં નિષ્ણાત તબીબોની ટીમની દેખરેખ હેઠળ તેમની સારવાર કરવામાં આવી રહી છે.