ભૂકંપથી તુર્કેઈમાં ૧૫ લાખ લોકો ઘરવિહોણા થયા

 

તુર્કેઈ: યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામના એક અધિકારીના અનુમાન મુજબ ભૂકંપના કારણે તુર્કેઈમાં ૧૫ લાખ લોકો ઘરવિહોણ થઈ ગયા છે. તેમણે આશંકા વ્યક્ત કરી છે કે, દેશમાં લગભગ ૫ લાખ આવાસ એકમોનું પુન:ર્નિર્માણ કરવું પડશે. તુર્કેઈના નિવાસી પ્રતિનિધિ લુઈસા વિન્ટને ગઈકાલે ઓનલાઈન પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું કે, દેશની સરકારે ભૂકંપથી પ્રભાવિત લગભગ ૭૦ ટકા ઈમારતોનું નિરીક્ષણ કર્યું છે. જેમાંથી ૧,૧૮,૦૦૦ બિલ્ડીંગોમાંના ૪,૧૨,૦૦૦ આવાસ એકમો ધરાશાયી થયાની માહિતી મળી છે. એક ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, ભૂકંપના કારણે ત્યાં વિશાળ કાટમાળનો ઢેર ઉભો થયો છે જેને સાફ કરવાની જ‚ર છે. તેમજ શ્ફ્ઝ઼ભ્ પણ આ જોખમી કચરાના જોખમને ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે. વિન્ટનના મતે, પ્રથમ ભૂકંપના બે અઠવાડિયા પછી, તેને તુર્કેઈના ઇતિહાસની સૌથી મોટી કુદરતી આફત ગણાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here