ભુજમાં થેલેસેમિયા-ડાયાલિસીસના દર્દીઓ માટે ૯૩૦૦ સીસી રક્તદાન

 

 

ભુજઃ કોરોના મહામારી વચ્ચે થેલેસેમિયા અને ડાયાલિસીસના દર્દીઓ માટે રક્તની અછત ન સર્જાય તે હેતુથી અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદના નિર્દેશમાં ભુજ તેરાપંથ યુવક પરિષદ દ્વારા મધર્સ ડે નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં ૯૩૦૦ સીસી રક્ત એકત્ર થયું હતું. કચ્છ જિલ્લામાં અંદાજે ૪૫૦થી વધારે થેલેસેમિયાના બાળદર્દી છે જેને મહિનામાં એકથી બે વખત લોહી ચડાવવું પડે છે, જેથી લોહીની અછત ન સર્જાય તેવા હેતુથી પરિષદના ૩૧ લોકોએ રક્તદાન કર્યું હતું. 

યુવક પરિષદના સભ્યોએ બાળદર્દીઓ માટે રક્તદાન કરી માનવસેવાના ભગીરથ કાર્યમાં માનવસેવા એ જ પ્રભુસેવાની પંક્તિ સાર્થક કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા પરિષદના અધ્યક્ષ સુરેન્દ્ર ગાંધી મહેતા, પ્રમુખ હસમુખભાઈ મહેતા, સહમંત્રી ધનસુખભાઈ કુબડિયા, જયેશભાઈ દોશી, અશોકભાઈ સંઘવી, પૂર્વ પ્રમુખ ભરતભાઈ, નીલેશ મહેતા, જિજ્ઞેશ દોશી, મહેશ ગાંધી, વિપુલ મહેતા, કુણાલ મહેતા, વિશાલ શાહ વગેરેએ સહયોગ આપ્યો હતો. જીવનજ્યોત બ્લડ બેન્કના ડો. રમણીક પટેલ, મયૂર સોલંકી, મયૂરસિંહ જાડેજા, જગદીશ ગોહિલ સહયોગી રહ્યા હતા.