ભુજના યુવા પાઈલટે કોરોના વિપદામાં ‘એરલિફ્ટ’નું કામ કર્યું

 

ભુજઃ કોરોના વાઇરસના કહેરથી આજે સમગ્ર વિશ્વ જ્યારે ભયભીત છે અને લોકોની આવન-જાવન પર પણ રોક લગાવાઇ છે ત્યારે કતાર એરવેઝમાં પાઈલટ તરીકે ફરજ બજાવતા ભુજ નિવાસી કચ્છી યુવાન પાર્થ ગોરે તેની ટીમ સાથે જાપાનના ટોકિયોમાં ફસાયેલા અંદાજે ૪૦૦થી પણ વધારે લોકોને અને લંડનમાં ફસાયેલા લોકોને દોહા (કતાર)માં સુરક્ષિત ઉતાર્યા હતા. પરિવહનની વિવિધ સેવાઓ સ્થગિત કરાઇ છે ત્યારે પાઈલટ પાર્થ ગોર અને તેની ક્રૂ ટીમે પોતાની ફરજને પ્રાધાન્ય આપી ટોકિયો અને લંડનમાં ફસાયેલા ૪૦૦થી પણ વધારે લોકોને કતાર પહોંચાડયા હતા. દોહા એરપોર્ટ પર લોકોએ પાર્થ ગોર અને તેની ક્રૂ ટીમને ફરજનિષ્ઠાને બિરદાવવા તાળીઓ વગાડી અભિવાદન કર્યું હતું. પાર્થ ગોર ‘કચ્છમિત્ર’ની સહેલગાહ કટારના લેખિકા ફોરમ ગોરના પુત્ર થાય છે.’