ભાવિના પટેલને પેરાલિમ્પિક્સમાં ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ

0
87

 

 

સુંઢિયાઃ જાપાનની રાજધાની ટોક્યોમાં ચાલી રહેલી પેરાલિમ્પિક્સમાં ભારતની ભાવિના પટેલે ઇતિહાસ રચ્યો છે. ટોક્યો પેરાલિમ્પિક્સના ટેબલ ટેનિસ વીમેન્સ સિંગલ્સ ક્લાસના ગોલ્ડ મેડલ માટે ભારતના ભાવિના પટેલ અને ચીનના ઝોઈ કિંગ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં ચીનના ખેલાડી સામે ભાવિના પટેલની હાર થઈ. જો કે ભાવિના પટેલ આ મેચ ભલે હારી હોય, પણ ભારતને સિલ્વર મેડલ પ્રથમવાર અપાવ્યો છે. ત્યારે ભાવિના પટેલના ગામમાં ખુશીનો માહોલ છવાયો છે. તેમના માતાપિતા તથા સ્નેહીઓએ મીઠાઈ ખવડાવીને ભાવિનાની આ ખુશીને સેલિબ્રેટ કરી રહ્યાં છે. નેશનલ સ્પોર્ટસ ડે પર ગુજરાતની દીકરીએ ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. જે બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માદરે વતનના દીકરીને ટ્વીટ કરીને અભિનંદન આપ્યા છે. જ્યારે પિતાએ ગોલ્ડ મેડલ મળ્યાની ખુશી વ્યક્ત કરી હતી.

ગામ માં ખુશી… ગામ આખું દિવાળીના માહોલ માં.. કેમ કે ગામ ની દીકરી આજે દેશનું શુકન સંભાળીને ગામ સુઢિયાનું નામ રોશન કર્યું છે. ગામમાં અબીલ-ગુલાલ ઉડાડીને ડીજેના તાલે ગરબા રમીને ભાવિના પટેલના ગામમાં ખુશી ઉજવાઈ રહી છે. સાથે જ સિલ્વર મેડલની જાહેરાત થતા ગામમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા. ભાવિનાના માતાએ કહ્યું કે, અમારી દીકરી સિલ્વર મેડલ આવ્યો તેનો ગર્વ છે. તે આવશે એટલે તેનુ ભવ્ય સ્વાગત કરીશું. વરઘોડો કાઢીશું. મીઠાઈઓ વહેચીશું, તેમ નિરંજનાબહેન પટેલ માતા અને હસમુખભાઈ પટેલ પિતાએ જણાવ્યું હતું તો સુઢિયાની દીકરીએ પોતાના સપના સાકાર કરીને બતાવ્યા છે. તેને આ મુકામ સુધી પહોંચવા ખૂબ મહેનત કરી છે. તેની પાસેથી શીખવા જેવું છે કે, સપનું પૂરું કરવા માટે તેણે જે કર્યું તે શીખવા જેવું છે. તો ભાવિનાના પિતાએ કહ્યું કે, મારી દીકરી ગોલ્ડ મેડલ ભલે ન લાવી, પણ સિલ્વર મેડલ લાવી એ જ મોટી સફળતા છે. તેણે દેશનું નામ તો રોશન કર્યું છે, પણ દુનિયાભરમાં ભારતનું નામ ચમકાવ્યું છે. તેનુ અમે ભવ્ય સ્વાગત કરીશું જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને અભિનંદન આપ્યા હતા. ગ્રામજનોએ ખુશી વ્યક્ત કરી હતી. ટોક્યો પેરાઓલિમ્પિકમાં ગુજ્જુ ખેલાડીનો દબદબો છવાયો છે. ગુજરાતની ભાવિના પટેલે ઇતિહાસ રચ્યો છે. ભાવિના પટેલ મૂળ વડનગર તાલુકાના સુંઢિયા ગામની વતની છે. ત્યારે સવારથી જ સુંઢિયા ગામમાં ઉત્સવ જેવો માહોલ હતો. ગામમાં મોટી સ્ક્રીન લગાવીને ભાવિનાની મેચ જોવાનું આયોજન કરાયું હતું. આખું ગામ સવારથી જ આ સ્ક્રીન સામે તાકીને બેસી રહ્યું હતું. સવારથી જ લોકો ગરબા રમીને ગુજરાતના આ ગૌરવને વધારી રહ્યા છે. ભાવિના પટેલ મૂળ વડનગર તાલુકાના સુંઢિયા ગામની વતની છે અને હાલ ભાવિના પટેલ ચ્લ્ત્ઘ્ની અમદાવાદ ઓફિસમાં મહેસૂલ વસૂલી સેલમાં આસિસ્ટન્ટ હેડ ક્લાર્ક તરીકે કાર્યરત છે. ભાવિના પટેલે સરકારની મેરીટોરિયસ સ્પોર્ટસ પર્સન યોજના હેઠળ નોકરી મેળવી હતી. મહેસાણા જિલ્લાના સુંઢિયાસ્થિત કટલરીની દુકાન ચલાવતા હસમુખભાઈ પટેલની દીકરી ભાવિના પટેલને બાળપણથી જ ટેબલ ટેનિસની રમતમાં રસ હતો અને બાળવયે જ લકવાના કારણે બંને પગ ગુમાવતાં ભાવિનાએ દિવ્યાંગ મહિલાઓની આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. વડનગર તાલુકો સુંઢિયા ગામના અગ્રણી કેશુભાઈ એમ. પટેલ (પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ)ના કુટુંબી ભાઈ હસમુખભાઈ પટેલ તથા નીરૂબેન પટેલની દીકરી ભાવિના પટેલ જેને પેરાઓલિમ્પિક ૨૦૨૦માં સૌપ્રથમ સિલ્વર મેડલ ટેબલ ટેનિસ ગેમમાં ભારતને અપાવ્યો. સિલ્વર મેડલ જીતવાની સાથે સુંઢિયા ગામમાં જિલ્લા સદસ્ય ભાવિશાબેન પટેલ, ભાઈઓ હેમંતભાઈ પટેલ, પ્રદીપભાઈ પટેલ તથા પરિવારજનો અને ગામના લોકો મળીને ગુજરાતની સંસ્કૃતિ રાસ ગરબા સાથે ઉત્સવ ઉજવ્યો. તેમજ સુંઢિયાના જિલ્લા સદસ્ય ભાવિશાબેન પ્રદીપભાઈ પટેલે ટેનિસ ચેમ્પિયન ભાવિના પટેલને પ્રોત્સાહન આપવા માટે જિલ્લા પંચાયતને ભલામણ પત્ર લખ્યો. કેશુભાઈ પટેલે ભાવિનાનો બાળપણનો ફોટો શેર કરી આનંદની લાગણી વ્યક્ત કરી