ભાવાત્મક એકતાના શાંતિદૂત સિરાઝ રંગવાલા

આ સંસારમાં માણસના શોખની વિવિધતાનો કોઈ પાર નથી. કોઈને વાંચવાનો શોખ તો કોઈને લખવાનો, કોઈને નદીનાળાં-ડુંગરામાં ભમવાનો શોખ હોય તો કોઈને સાગરના ખોળે સફર, સહેલગાહ કરવાનો શોખ હોય છે. જગતમાં જેટલી પ્રવૃત્તિઓ છે તે સૌની પાછળ પડનાર કોઈ ને કોઈ તો હોય જ છે. અને આ જગતમાં કેટલીક એવી વ્યક્તિઓ પણ જોવા મળે છે કે જેમના શોખની જગતને કશી જ કદર હોતી નથી. તેમ છતાં તેઓ તો તલ્લીનતાથી પોતાની શોખની પ્રવૃત્તિમાં ઓતપ્રોત બની જાય છે. આવા જ એક કલાકાર છે સિરાઝ રંગવાલા. રંગમંચ, હિન્દી ફિલ્મ તથા ટેલિલિઝનના કલાકાર હાસ્યની પ્રવૃત્તિ દ્વારા અન્યના જીવનને હળવુંફૂલ બનાવી રહ્યા છે.
દુનિયામાં મોટા ભાગના માણસો જ્યારે ફક્ત પૈસા પાછળ જ દોડતા હોય ત્યારે ઘણા માણસો એવાય હોય છે, જે પૈસા પાછળ દોડવા કરતાં પોતાની જરૂરરયાત ઘટાડીને જીવન જીવવાનું વધારે પસંદ કરે છે. સિરાઝ રંગવાલા આમાંની એક વ્યક્તિ ગણાવી શકાય. ગાંધીજી જેવી સાદગીને જીવનમાં અપનાવનાર આ કલાકારે 7પ જેટલાં નાટકો, હિન્દી ફિલ્મો, 30 જેટલા ટી.વી. કાર્યક્રમોમાં અભિનયનાં અજવાળાં પાથર્યાં છે અને દસ હજાર જેટલા રંગમંચ ઉપર કાર્યક્રમો ર્ક્યા છે. નાટ્ય જગતમાં આ કલાકાર સીરુકુમાર તરીકે જાણીતા થયા છે.
અભિનયની સાથોસાથ સિરાઝભાઈ ધર્મગ્રંથોમાંથી પે્રરણા લઈ પોતાનું જીવન જીવવાનો અને અન્યને પેટ પકડીને હસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. લોકો માત્ર કોમી એકતાની વાતો કરે છે ત્યારે સિરાઝ રંગવાલા તો કોમી એકતાના દૂત તરીકે સમાજમાં પોતાના વિચારોની ખુશબૂ ફેલાવી રહ્યા છે. તેઓનું માનવું છે આપણામાં એકતા આવી જાય તો દુનિયાની તાકાત નથી કે કોઈ ભારતદેશ સામે આંખ ઉઠાવીને પણ જોઈ શકે.
હિન્દુ મુસલમાન નામ છે જુદાં હિન્દનાં સૌ બાળ છો,
કોઈ કોઈથી નથી જુદાં એક વૃક્ષ સૌ ડાળ છો.
કોમી એકતા અને સમરસતા સિરાઝભાઈના પરરવારમાં જ જોવા મળે છે. તેઓના નાના ભાઈનાં ધર્મપત્ની હિન્દુ પરરવારની દીકરી છે. રંગવાલાનાં માતા બીમાર પડ્યાં ત્યારે તેમને માત્ર તેમની હિન્દુ પુત્રવધૂ મીના ઉર્ફે સકીનાનું જ લોહી કામમાં આવ્યું હતું. સકીનાને ગુજરાતી બેસ્ટ પુત્રવધૂનો, જ્યારે રંગવાલાની માતાને બેસ્ટ સાસુનો એવોર્ડ મળ્યો છે.
સિરાઝભાઈ માને છે કે રામ અને રહીમ એક જ છે. તેમની પાસે પહોંચવાના માર્ગ જુદા જુદા છે. દિનપ્રતિદિન કોમવાદ વકરતો જાય છે. કોમવાદનું બીજ અંગે્રજો રોપી ગયા છે અને ધર્મને ન જાણનાર લોકો આ કોમવાદ ઊભો કરે છે. આવા તંગ માહોલમાં ગીતા અને કુરાનની વાતો લઈ સિરાઝભાઈ પરસ્પર ભાઈચારો અને કોમી એકતા માટે મથી રહ્યા છે. ભાવાત્મક એકતાના સર્જક શાંતિદૂત એવા સિરાઝભાઈનો જન્મ આઠમી ઓગસ્ટ, 1947ના રોજ અમદાવાદના આસ્ટોડિયા ચકલા વિસ્તારના મોટા વહોરવાડમાં થયેલો. અભ્યાસ બી.એ. સુધીનો. નાનપણમાં ચિત્રકામ અને અભિનયનો ખૂબ શોખ. દાઊદી વહોરા કોમનો છોકરો તો માત્ર વેપાર જ કરે, પેઇન્ટિંગ ન કરે એવી પિતા મોઇજભાઈની દઢ માન્યતા. તેથી સિરાઝ ચિત્રકાર તો ન બની શક્યા, પણ અભિનયના ક્ષેત્રે ઝંપલાવી સારી એવી પ્રસિદ્ધિ અને નામના મેળવી.
અભ્યાસકાળ દરમિયાન નાટ્ય ક્ષેત્રની આગવી પ્રતિભા પી. ખરસાણીના પરરચયમાં આવ્યા અને 1967માં ખરસાણીની કલાવૃંદ સંસ્થામાં જોડાઈને આરામરાજ, સૌભાગ્યવતી, બીજો રસ્તો નથી, પે્રમલ જ્યોતિ, અખિલ બ્રહ્માંડમાં એક તું, ઘર ફૂટે ઘર જાય વગેરે નાટકોમાં અભિનય કરી નામના મેળવી. ત્યાર પછી તો વિઠ્ઠલ ડગલીના તરગાળાવાડ, કાળુપુર ગુ્રપમાં, દિલીપ ગઢવીના ગ્રુપ, પ્રાણસુખ નાયકના પ્રાણ થિયેટર્સ, કીનાલાલના ગ્રુપમાં, ચારુલતા પટેલના દર્શન થિયેટર્સ, રમેશ શુક્લના ગ્રુપમાં, કેતુલ થિયેટર્સ, ઝગમગ મંડળ, ચિરાગ, નૂરી, રોશની, કામિની થિયેટર્સ એમ વિવિધ નાટ્ય સંસ્થાઓમાં 1967થી 1984 સુધીમાં 7પ જેટલાં નાટકોમાં ચીકા ખરસાણી, નટુ કવિ, અનિલ દવે, પી. ખરસાણી, નલિન દવે, પ્રલય રાવલ, હસમુખ ભાવસાર, દીનાલાલ, દીવાકર રાવલ, પ્રો. નટુ ઉમતિયા, મહેશ દેસાઈ, પેન્ટલ, મહેમૂદ જુનિયર, ચારુલતા પટેલ વગેરે નામાંકિત કલાકારો સાથે અભિનય આપ્યો.
સને 1979માં સિરાઝ રંગવાલાએ અલમદદ આર્ટ થિયેટર્સ નામે પોતાની નાટ્ય સંસ્થા ઊભી કરી. પરરવર્તન, સ્વર્ગમાં એક સીટ ખાલી, લટકુ મટકુનો ઘરસંસાર જેવાં નાટકો તેમની આ સંસ્થા દ્વારા ભજવાયાં. આજેય સારી ભૂમિકાવાળાં નાટકોમાં તેઓ અભિનય પીરસી રહ્યા છે.
સિરાઝભાઈએ 1977થી ટી.વી. કલાકાર તરીકે કામ શરૂ કરેલું, જેમાં આરામરાજ તેમનો પ્રથમ પ્રોગ્રામ હતો. ત્યાર પછી 30 જેટલા ટી.વી. પ્રોગ્રામોમાં અભિનયનાં અજવાળાં તેમણે પાથર્યાં. તેઓ અમદાવાદ દૂરદર્શન કેન્દ્રના માન્યતાપ્રાપ્ત કલાકાર છે. સિરાઝભાઈની ભૂમિકાવાળી સરસ્વતીચંદ્ર સિરરયલ ઝી ટી.વી. પરથી પ્રસારરત થઈ હતી. તાજેતરમાં તેમની ભૂમિકાવાળી હિન્દી ફિલ્મ દેતા હૈ તો છપ્પડ ફાડકે દેતા હૈ આવી.
નાટ્ય જગતમાં ફેલાયેલાં દૂષણો અને વ્યસનોથી સિરાઝનું મન તેમના ધર્મગુરુ તથા ભારતના નામાંકિત સંતોમહંતોના પરરચય, સાંનિધ્યમાં આવવાથી ધર્મ આધ્યાત્મિકતા તરફ વળ્યું. નાટકમાંથી મન ઊઠી ગયું. તેમની ઇચ્છા નાટક છોડવાની હતી. નાટક છોડવા માટે પ્રયત્નો કર્યા, પરંતુ ભગવાન રજનીશ, જયશંકર સુંદરી, શેખાદમ આબુવાલા વગેરેનું માર્ગદર્શન મળ્યું કે અભિનય ચાલુ જ રાખવો. અભિનય ખરાબ નથી, વ્યસનો ખરાબ છે. તેઓના મામા પ્રસિદ્ધ શાયર શેખાદમ આબુવાલાની પ્રેરણાથી તત્ત્વજ્ઞાનના અતિ ગંભીર વિષયોને હાસ્યથી તરબોળ કરી ભારતીય સંસ્કૃતિને ચાર ચાંદ લગાવે તેવા તેઓ વન મેન શો કરે છે. રૂપિયા એક હજારની ટિકિટવાળા તેઓના વન મેન શોને માણવા ચાહકોની લાઇનો લાગતી. સિરાઝભાઈના આ વન મેન શો દરેક જ્ઞાતિ-સમાજના શ્રદ્ઘાંજલિ, સ્નેહમિલન, લગ્નપ્રસંગ, સંસ્થાઓમાં, મંદિર, મસ્જિદ વગેરે સ્થળોએ થાય છે. તેમના આ કાર્યક્રમને તત્ત્વજ્ઞાન કહો, કથા કહો, વાએઝ કે પ્રાર્થના કહો, બંદગી કહો કે હાસ્યનો પ્રોગ્રામ કહો – આ બધા જ રંગ સિરાજભાઈના વન મેન શોમાં રહેલા છે. આજ દિન સુધીમાં તેમના વન મેન શોનો આંક દસ હજારથી વધુ થઈ ગયો છે.
નાટક અને ટી.વી.ના આ કલાકાર અભિનય કરતાં કરતાં વિવિધ ધર્મ- સંપ્રદાયની સંસ્થાઓ, ધર્મગુરુઓના સત્સંગમાં આવતા ગયા. 1981માં બ્રહ્માકુમારીનાં વડાં પ્રકાશમણિ દાદીના આમંત્રણથી દિલ્હીના લાલ કિલ્લાના મેદાનમાં બ્રહ્માકુમારીનો અણુયુગ સે સતયુગનો પ્રોગ્રામ કર્યો. ત્યાર પછી અનેક સંતપુરુષોનો સંપર્ક વધતો રહ્યો. અને તેમની પાસેથી મેળવવા જેવી શીખ મેળવી. તેમના ધર્મગુરુ ડો. સૈયદ મોહમ્મદ બુરહાનુદ્દીન પાસેથી ભાઈચારો, કરુણા, પ્રેમ, અને માનવતાના પાઠ શીખ્યા. પ્રકાશમણિ દાદી પાસેથી વિષયવિકારો ઉપર વિજય મેળવવાની કલા, રાજયોગ પામ્યા. ઓશો રજનીશ પાસેથી તત્ત્વજ્ઞાન મેળવ્યું. પાંડુરંગ શાસ્ત્રીના સ્વાધ્યાયમાંથી માનવતાના પાઠ, ગોએન્કાજી પાસેથી વિપસ્યના ધ્યાન, દાદા ભગવાન પાસેથી શુદ્ઘાત્માનું જ્ઞાન પામ્યા તો આર્યસમાજ પાસેથી અંધશ્રદ્ઘાઓ ક્યાં ક્યાં છે એનું જ્ઞાન મેળવ્યું.
ગીતા, કુરાન, બાઇબલ… દરેક ધર્મના ધર્મગ્રંથોના ગહન અભ્યાસથી સિરાઝભાઈને સમજાયું કે દરેક ધર્મનો સાર એક જ છેઃ સારા બનો. કોમી એકતા માટે છેલ્લાં ચાલીસ વર્ષથી સતત કાર્યરત રહેલા સિરાઝભાઈ અંબાજી, દ્વારકા, શિર્ડી, અજમેર, હસનપીર, પાલિતાણા જેવાં અનેક ધર્મસ્થાનકોએ પગપાળા યાત્રા કરી છે, અને પ્રવચનો પણ આપ્યાં છે. છેલ્લા દસ વર્ષથી તેઓ ગોકુળ-મથુરામાં ગુજરાતી સમાજમાં નંદચોકમાં જય મહારાજ દ્વારા આયોજિત થતા સત્સંગ કાર્યક્રમથી સિરાઝભાઈએ આખા ગોકુળિયાને વાહ… વાહ, વાહ… વાહ, વાહ… વાહ…ના નાદથી ગુંજતું કરી દીધું છે. 1987માં ગુજરાત રાજ્યમાં દુષ્કાળ પડેલો ત્યારે અશોક ભટ્ટે સિરાઝભાઈને બિરદાવતાં લખેલુંઃ રાજ્યમાં પ્રાકૃતિક દુષ્કાળ અને રાષ્ટ્રીય એકતાના પ્રશ્નને લઈને લોકશિક્ષણની વાતો ચોરે અને ચૌટે કલાશક્તિ દ્વારા સાચો રસ્તો બતાવવામાં સીરુકુમાર રંગવાલા સફળ કલાકાર છે. ગોધરા હત્યાકાંડ પછી શાંતિ રેલીમાં સંરક્ષણમંત્રી જ્યોર્જ ફર્નાડિસ સાથે ફરીને આ શાંતિદૂતે કોમી એકતાનું કામ કરેલું, તો ફેરકૂવા ગામે નર્મદા બચાવો આંદોલન પ્રસંગે કેશુભાઈ પટેલ, સનત મહેતા, બાબુભાઈ જશભાઈ પટેલ, સ્વામી સચ્ચિદાનંદની સાથોસાથ સિરાઝ રંગવાલાએ એક લાખની જનમેદનીને સંબોધી હતી. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ વગેરે રાજ્યોમાં તેમના વન મેન શો હાસ્યના કાર્યક્રમો થાય છે. હવેલી, સોલા ભાગવત વિદ્યાપીઠ, ગીતામંદિર, જગન્નાથજીનું મંદિર, દ્વારકાધીશનું મંદિર એમ દરેક ધર્મ-સંપ્રદાયમાંથી તેમને આમંત્રણ મળે છે, અને સિરાઝભાઈ ગીતા, કુરાન, બાઇબલ ઉપર પ્રવચનો કરે છે. જ્યાં મુસ્લિમને પ્રવેશવાની મનાઈ છે ત્યાં દ્વારકાધીશના મંદિરમાં પહેલી જાન્યુઆરી, ર006ના રોજ આ મંદિરના ગૂગળી બ્રહ્માણ સમાજે તેમનું સન્માન કરેલું.
આમ, કોમી એકતાના શાંતિદૂત એવા સિરાઝ રંગવાલા દરેક ધર્મના વડાના દિલમાં વસ્યા છે. ચૈતન્ય મહારાજ પણ તેમને આવકારે છે. રજાઓના દિવસોમાં તેઓ ઘરડાઘર, ભિક્ષુગૃહ, બાળ રરમાન્ડ હોમ, નારીસંરક્ષણ ગૃહ, રક્તપિત્ત હોસ્પિટલ, કેન્સર, ટી.બી., ગાંડાની હોસ્પિટલ તથા સાબરમતી જેલના કેદી અને સમાજે જેમને ઠુકરાવેલા છે તેમની પાસે પહોંચી જાય છે. માનસિક રીતે પડી ભાંગેલાઓને હિંમત આપે છે. સબસે ઊંચી પે્રમ સગાઈમાં માનનાર સિરાઝ રંગવાલા માનવસેવા અને જીવસેવાને જ સાચો ધર્મ ગણે છે.
સિંધી, જૈન, ખ્રિસ્તી, વૈષ્ણવ, વણકર, હિંદુ સમાજમાં, વોરા, ખોજા, જાફરી ઇસ્માઇલિયા – જમાત એમ દરેક સંપ્રદાય અને કોમની વચ્ચે જઈ સિરાઝભાઈ કોમી એકતાની, વ્યસનમુક્તિની, જીવન જીવવાની સાચી કલા અંગે મીઠી વાણીમાં અને હળવી શૈલીમાં ગીતા, કુરાનની વાતો કરે છે. કૃષ્ણભક્ત કવિ રસ ખાનરચિત કૃષ્ણભક્તિનાં પદો દરેક વૈષ્ણવ સંપ્રદાયની હવેલીમાં સવારે ગવાય છે. રસ ખાનની સમાધિ ગોકુળમાં છે. ત્રીસ વર્ષ પહેલાં સિરાઝભાઈની આધ્યાત્મિક અને સામાજિક સમન્વયની પ્રવૃત્તિને બિરદાવતાં કાળુપુર દોશીવાળાની પોળના વૈષ્ણવ સંપ્રદાયના નટવરલાલજી મહારાજે તેમને રસ ખાનની ઉપમા આપી સન્માનિત કર્યા હતા. રમજાન ઈદે ભાવપૂર્વક નમાજ અદા કરતા સિરાઝભાઈ અમદાવાદમાં અષાઢી બીજે રથયાત્રામાં કૃષ્ણભક્તિમાં લીન બની ઝૂમી ઊઠે છે.
ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે મોહ છોડ. આ વાતને સિરાઝભાઈએ પોતાના જીવનમાં વણી છે. જીવનમાં સાદગીને સવિશેષ મહત્ત્વ આપે છે. આજે 7ર વર્ષની ઉંમરે પણ તેઓ પોતાનાં કપડાં જાતે ધૂએ છે. વાળ પણ પોતે જ કાપે છે. જ્યાં જવું હોય ત્યાં સાઇકલનો ઉપયોગ કરે, પણ પહેલી જાન્યુઆરી, ર018થી સાઇકલ સાથે છૂટાછેડા લીધા, સાયકલને વિદાય આપી. પોતે અપરરણીત છે. સગાઈ થઈ હતી, પણ બનનાર જીવનસંગિની પોતાની સાથે વૈચારરક તાલમેલ નહિ સાધી શકે એવો ખ્યાલ આવતાં જ તેમણે સગાઈ તોડી નાખી, અને આખું જીવન અર્પણ કર્યું રંગમંચ અને સમાજને.
હમણાં સુધી તો સિરાઝભાઈ કોઈ કાર્યક્રમ આપવાના પૈસા લેતા નહોતા. પોતે નાટકોમાંથી જે કમાયા હતા તે પૂરતું છે તેમ તેઓ માનતા. પેટ ભરાય તેટલું મળી જાય તો તેઓ પેટીઓ ભરવા માગતા નથી, પણ ભલાઈ કરવા જતાં બહુ જ કડવા અનુભવો થવા માંડતાં જાન્યુઆરી, ર006થી વન મેન શો કાર્યક્રમના આયોજકો તેમને જે આપે તેનો સ્વીકાર કરે છે. પોતાની પ્રવૃત્તિ મોકળાશથી કરે છે. તેના માટે તેઓ તેમના નાના ભાઈ સૈફીનો તથા સર્વે પરરવારજનોનો અંતઃકરણપૂર્વક આભાર માને છે. સિરાઝ રંગવાલાની હાસ્યથી ભરપૂર, પે્રરણાત્મક, પ્રભાવક વાણી સાંભળ્યા પછી અનેકોમાં વિચારમંથનનાં બીજ રોપાયાં અને જીવનપરરવર્તન થયું છે. અમદાવાદમાં ભદ્રકાળી મંદિરમાં તેમનો કાર્યક્રમ સાંભળીને સંસારથી દુઃખી, વ્યથિત ચાલીસ વર્ષના અમરસિંહ વાઘેલાએ લખેલા પત્રનો સારઃ
આપ મહાન હસ્તી કે દર્શન હુયે. મુજે અબ વિશ્વાસ હૈ કી મેરી જિંદગી કા, મુસીબત કા દર્દ મીટ જાયેગા. અબ મુજે જિંદગી જીનેકા મકસદ મિલ ગયા. સિરાઝ, ભગવાન કે રૂપ, ખુદા કે રૂપ મેં મુજે આપસે જીવન જીને કી પે્રરણા મિલી…
મુંબઈમાં તાજમહાલ હોટેલમાં હાસ્યનો કાર્યક્રમ આપવા સિરાઝભાઈ ગયેલા. ત્યાં પત્રકારે પૂછેલું કે મુંબઈનું જીવન મશીન જેવું થઈ ગયું છે. તેમાંથી છૂટવા શું કરવું? ત્યારે સિરાઝે જવાબ આપેલોઃ બધા જ વિચાર છોડીને એક વિચાર કરો. આટલું બધું કર્યા પછી મને મળશે શું? બે ફૂટ કફન અને સાડા પાંચ ગજની જગ્યા. બે્રક વિનાના ખટારા જેવી જિંદગી બનાવી દીધી છે. ખોટી ઇચ્છાઓના કારણે સુખશાંતિ પણ ખોયાં છે. બંદગી છોડ દી જિંદગી કે લિયે ઔર તરસતે હૈ ઉમ્રભર રોશની કે લિયે…
પૈસાનું મૂલ્ય ખરું?
હા, પૈસા વગર એક ડગલું પણ ચાલી શકાતું નથી. ગરીબી તોડ દેતી હૈ જો રરસ્તે ખાસ હોતે હૈ. પરાયે ભી અપને હો જાતે હૈ જો પૈસા પાસ હોતે હૈ…
આવકની પ્રમાણમર્યાદા કેટલી ?
માફક્સરનાં બૂટ-જૂતાં જેટલી. બૂટ નાનો હોય તો ડંખે અને મોટો હોય તો પડી જવાનો ભય રહે. ગરીબો દુઃખી છે, કારણ આવક ટૂંકી છે. અમીરો દુઃખી છે કારણ આવક મોટી છે.
કોમી એકતાના શાંતિદૂત એવા સિરાઝભાઈને પૂછ્યું કે તમે જેલમાં કેમ જાવ છો? ત્યારે તેમણે કહ્યું કે, આ લોકોને-જેલના કેદીઓને પે્રમ નથી મળ્યો માટે તેઓ ગુનાની પ્રવૃત્તિ તરફ વળ્યા છે. જો તેમને પે્રમ મળે તો તેઓ પણ સારા બની શકે છે. હું તેઓને પે્રમ આપવા જેલમાં જાઉં છું.
આવા શાંતિદૂતને સિવિલ હોસ્પિટલ, અમદાવાદ દ્વારા વ્યસનમુક્તિ દિન ઉજવણી પ્રસંગે તત્કાલીન આરોગ્યમંત્રી અશોક ભટ્ટ અને ડો. પંકજ શાહે સન્માનિત કર્યા હતા. રાજકોટના મહિલા મંડળે મહિલા જાગૃતિ માટે પ્રિયદર્શિની એવાર્ડ, અંજારમાં શિવ સેના દ્વારા માહેશ્વરી એવોર્ડ અને ગુજરાત લોકકલા ફાઉન્ડેશન, અમદાવાદ દ્વારા બેસ્ટ હાસ્યસમ્રાટનો એવોર્ડ 1રમી ઓક્ટોબર, ર01પના રોજ પ્રસિદ્ધ લોક્સાહિત્યકાર જોરાવરસિંહ જાદવના હસ્તે અનાયત થયો હતો.

લેખક કર્મશીલ પત્રકાર છે.