ભાવનગર પશ્ચિમ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય સુનિલભાઈ ઓઝાનું અવસાન

ભાવનગરઃ ભારતીય જનતા પાર્ટી બિહારના સહપ્રભારી અને ગુજરાત ભાવનગર પશ્ચિમ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય સુનિલભાઈ ઓઝાનું હૃદય રોગના હુમલાથી દિલ્હી ખાતે અવસાન થયેલ છે. વર્ષો સુધી તેઓએ ઉત્તર પ્રદેશના પૂર્વ સહપ્રભારી તરીકે સેવા આપી વારાણસીનો કારભાર સંભાળ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વારણસી સીટનો વર્ષો સુધી હવાલો સંભાળનાર સુનિલભાઈ ઓઝાએ તાજેતરમાં પૂ. રમેશભાઈ ઓઝાની કથાનું આયોજન કાશી ખાતે કર્યુ હતું. તેમની અંતિમવિધિ ઉત્તરપ્રદેશ કાશી સ્થિત ગડૌલી મુક્તિધામમાં કરવામાં આવી હતી.