ભારત ૨૦૩૬ ઓલિમ્પિક માટે બીડ કરવા તૈયાર

 

નવી દિલ્હીઃ કોમનવેલ્થ ગેમ્સ અને ઞ્૨૦-પ્રેસિડેન્સીના સંચાલન બાદ ભારત હવે ઓલિમ્પિકની યજમાની માટે તૈયારી કરી રહ્નાં છે. ભારત ૨૦૩૬માં ઓલિમ્પિકની યજમાની માટે તૈયાર છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા કેન્દ્રીય રમત મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, હા, ભારત તેના માટે સકારાત્મક બિડ કરવા તૈયાર છે. આપણા માટે ‘ના’ કહેવાનું કોઈ કારણ નથી. જો ભારત રમતગમતને પ્રોત્સાહન આપવા માટે આટલા પ્રયત્નો કરી રહ્નાં છે, તો હું તમને ખાતરી આપી શકું છું કે અમે માત્ર ઓલિમ્પિકની જ યજમાની નહીં કરીઍ, અમે તેનું મોટા પાયે આયોજન કરીશું. ગેમ્સનું આયોજન કરવાનો યોગ્ય સમય છે. 

હાલમાં ભારત મેન્યુફેક્ચરિંગથી લઈને સર્વિસ સુધીના દરેક ક્ષેત્રમાં સમાચારો બનાવી રહ્નાં છે તો રમતગમતમાં કેમ નહીં? ભારત ૨૦૩૬ ઓલિમ્પિક માટે બિડિંગ પર ખૂબ જ ગંભીરતાથી જોઈ રહ્નાં છે. સરકાર આઇઓસી સત્ર દરમિયાન રજૂ કરવામાં આવનાર ત્બ્ખ્ સાથે પરામર્શ કરીને રોડમેપ તૈયાર કરશે. 

વધુમાં અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે સરકાર ભારતીય ઓલિમ્પિક ઍસોસિઍશન (ત્બ્ખ્)ની ગેમ્સની યજમાનીની બિડને સમર્થન આપશે અને ગુજરાતનું અમદાવાદ સંભવતઃ ‘હોસ્ટ સિટી’ હશે અને ત્યાં વિશ્વ-સ્તરીય રમતગમતનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ હશે. કેન્દ્રીય મંત્રીઍ જણાવ્યું હતું કે ભારતે અગાઉ ૧૯૮૨ ઍશિયન ગેમ્સ અને ૨૦૦૦ કોમનવેલ્થ ગેમ્સની સફળતાપૂર્વક યજમાની કરી હોવાથી, હવે સમર ઓલિમ્પિક્સની યજમાની પર ભારતની નજર છે. જો ભારત આટલા વિશાળ પાયે ઞ્૨૦ પ્રેસિડન્સીનું આયોજન કરી શકે છે, તો મને ખાતરી છે કે સરકાર ત્બ્ખ્ સાથે દેશમાં ઓલિમ્પિકની યજમાની કરવા માટે સક્ષમ હશે. આપણે બધા જાણીઍ છીઍ કે સ્લોટ ૨૦૩૨ સુધી બુક છે. પરંતુ ૨૦૩૬માં અને તે પછી, અમને આશા છે અને મને ખાતરી છે કે ભારત ઓલિમ્પિક માટે તૈયારી કરશે અને બોલી લગાવશે, ઍમ ઠાકુરે કહ્ના હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here